કાસેઝના કુખ્યાત શખ્સ વિરુધ્ધ વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી

-> ૧૨ દિવસ પહેલા એક વેપારીએ નોંધાવેલી ફરિયાદ સંદર્ભે પોલીસે કુખ્યાત શખ્સની અટક કરી હતી

ગાંધીધામ વિસ્તારમાં વેપાર કરવો હશે તો નાણાં આપવા પડશે તેવી ધમકી આપી ખંડણી માગનાર કુખ્યાત આરોપી અફરોઝ અંસારી સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ૧૨ દિવસ પહેલાં એક વેપારી પાસેથી બળજબરી પૂર્વક નાણાં પડાવી તેમના પિતા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ કુખ્યાત આરોપીને પકડી પણ લીધો હતો. જે બાદ પોલીસની સારી કામગીરી અને અન્ય વેપારીઓ પણ ફરિયાદ કરે તેવી અપીલની અસર હેઠળ વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ કંડલા વિશેષ આથક ક્ષેત્ર (કાસેઝ)માં યુઝ્ડ કપડાના જથ્થા વેપાર સાથે સંકળાયેલા વેપારીને કુખ્યાત આરોપીએ નિશાન બનાવ્યા હતા.૧૨ દિવસ પહેલા એ વેપારીએ નોંધાવેલી ફરિયાદ બાદ આ ચકચારી મામલામાં કુખ્યાત આરોપી અફરોઝ સેફુદીન અંસારી, સિકંદર અને સુલેમાન સહિત ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો અને પોલીસે આ આરોપીઓને પકડી પણ લીધા હતા. આરોપી અફરોઝ વિરુદ્ધ આ જ પ્રકારના ૬થી વધુ ગુન્હા નોંધાઈ ચુક્યા છે.તેવામા કાસેઝના વધુ એક વેપારીએ જો કાસેઝમાં ધંધો કરવો હોય તો મારી શરતે કરવો પડશે તેવી ધમકીઓ આપી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય ચ્હે કે વર્ષ ૨૦૧૬માં વેપારીની હત્યા કરનાર આ કુખ્યાત હરિયાણાનો શખ્સ કાસેઝના વેપારીઓને ધાક-ધમકી કરી રહ્યો હતો. જેમાં ૧૨ દિવસ પહેલા એક વેપારીએ ગુનો નોંધાવની હિંમત દર્શાવ્યા બાદ વધુ એક વેપારીએ કુખ્યાત શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

Leave a comment

Trending