ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સૂર્યનો અભ્યાસ કરવા માટે આજે સવારે નિર્ધારિત સમયે PSLV XL રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય L1 અવકાશયાન શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. 63 મિનિટ 19 સેકન્ડ પછી રોકેટે આદિત્ય L1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્વામાં આવ્યું છે. આ અદુભૂત ઘટનાના નિદર્શન માટે ભુજના રિજિયોનલ સાયન્સ રિસર્ચ સેન્ટર ખાતે જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર કચ્છમાંથી ઉપસ્થિત શાળાના ભાઈ બહેન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના સહભાગી સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા સંસ્થાના નરેન્દ્ર પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આતિત્ય L 1 ના લોંચિંગ કાર્યક્રમનું સેન્ટર ખાતે ડિજિટલ સ્ક્રીન મારફતે જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું હતું. જેમાં સૂર્ય સંશોધનની અગત્યા વિશે જાણી શકીએ એ માટેનો આ પ્રોજેક્ટ છે.
સૂર્ય એ પ્લાઝમાનો ઘગધગતો ગોળો છે જેમાંથી સૌર જવાળાઓ છૂટી પડતી હોય છે આ સોલાર જવાળાઓ અને ખાસ કરીને કોરોનલ માસ્ક ઈજેકશન પ્રક્રિયા અવારનવાર થતી હોય છે. આ ઈજેકશન પ્રક્રિયા એટલે હજારો અણુબોમ્બ એક સાથે ફૂટે એટલી ઊર્જા સૂર્યમાંથી અવકાશમાં છૂટી પડતી હોય છે. જો આ સૌર જવાળાઓ પૃથ્વી તરફ આવે તો ખુબ મોટું નુકશાન પહોંચાડી શકે છે. ખાસ કરીને આપણી ઇલેક્ટ્રિક ગ્રીડ અને ઉપગ્રહ સંચાર પદ્ધતિને. માટે જેમ વાવાઝોડાની આફત વિશે જાણી તેમાંથી બચાવના પ્રયાસો થાય છે તે રીતે સૌર જવાળાઓ વિશેની માહિતી પરથી તેનાથી બચાવના પ્રયાસો હાથ ધરી શકાય એ માટે સૂર્ય મિશન નાસા બાદ ઈશરો દ્વારા અમલમાં લેવાયું છે.






Leave a comment