– 100 ચકલી ઘર, પક્ષીઓના ચણ માટે બર્ડ ફીડર અને પાણીના કુંડા લગાવાયા
કુકમાથી 8 કિમી દૂર આવેલા પીથોરા પીર તેમજ સુતેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક સ્થળોએ કુકમાના મૈત્રીભાવ ગ્રુપ સંચાલિત સેવ સ્પેરો કેમ્પેઈન દ્વારા 100 જેટલા ચકલી ઘર, પક્ષીઓના ચણ માટે બર્ડ ફીડર અને પાણીના કુંડા લગાવાયા છે. આ કાર્યોની મુલાકાતે આવેલ ગાંધીધામનું વિંગ્સ ગ્રુપ પણ સાથે જોડાયું હતું. આ બંને સ્થળોએ મોટા પ્રમાણમાં ચકલીઓ અને અન્ય પક્ષીઓ ચણવા અને માળાઓ બનાવીને રહે છે. ગ્રુપના યુવાનોએ અહીં પક્ષીઓના ચણ માટે ખાસ 40 જેટલા બર્ડ ફીડર લગાવી વિશિષ્ટ વ્યવસ્થા ઉભી કરી છે
અને દર મહિને 100 કિલો ચણ પહોંચાડે છે. મૈત્રીભાવ ગ્રુપ નોકરી કરતા તેમજ શાળા, કોલેજના અને પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રો અને યુવાનો સાથે મળી ચલાવે છે. તેઓ રક્તદાન, બીમાર તેમજ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર, રજાના દિવસોમાં શ્વાનોને દુધ, લાપસી, રોટલા આપવા, છાત્રો માટે શૈક્ષણિક કાર્યો, સૈનિકોને રાખડી મોકલવી વગેરે કાર્યો સાથે મળી કરે છે. જે છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યા છે એવું ગ્રુપના સ્થાપક અને સંચાલક ભાવિક ચૌહાણે જણાવ્યું હતું.






Leave a comment