– ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર તવાઇ
– જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો
સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર દરોડા પાડતા જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો છે. ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ મેગા ઓપરેશન માટે 100 કરતા પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સને મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
દરોડાથી જ્વેલર્સ ઉદ્યોગમાં ફફડાટ
સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી છે અને 100થી વધુ અધિકારીઓ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સુરતના જાણીતા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલા જ્વેલર્સ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે આ ઈન્કમટેક્ના દરોડાથી જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ખાતેના બે સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
તહેરવારોની શરૂઆત થતાંની સાથે જ ઇન્કમટેક્સ સક્રિય
તહેવારો શરૂ થતાની સાથે જ ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગો પર ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થતાની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી પેઢીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટી બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ બાદ રિયલ એસ્ટેટના બિલ્ડરો પણ સાણસમા આવે તેવી ચર્ચા શરૂ થઈ છે.






Leave a comment