– ટેક્નોલોજી સાથે કેવી રીતે જોડવા તેના ઉપાયો ન્યુરોસાયન્ટિસે બતાવ્યા
ટેક્નોલોજી ક્રાંતિના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. ટેક્નોલોજી સહિત દરેક ક્ષેત્રમાં એઆઈનો વ્યાપક ઉપયોગ વધી રહ્યો છે. જૂની પેઢી જેમ આજે ઈન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયામાં જોડાઈ ગઇ છે, તે જ રીતે બાળકો પણ એઆઈનો ઉપયોગ કરતાં શીખી રહ્યાં છે. જોકે, તેના ઘણા ફાયદા છે અને ગેરફાયદા પણ છે ત્યારે સરકાર તરફથી ફક્ત નિયમ લાગુ કરવાની રાહ જોઈને બેસી રહેવું તે યોગ્ય નથી. બાળકોની મદદ માટે માતા-પિતા પણ આગળ આવે તે જરૂરી છે.
ન્યૂરોસાઈન્ટિસ્ટ એન્ડ હેલ્થ રિસર્ચ ટીમ અનુસાર, એઆઈ જેવી ટેક્નિક અને અલ્ગોરિધમનો ઉપયોગ બાળકો માટે ભાવનાત્મક અને વ્યવહારિક રૂપે કેવી રીતે પ્રભાવિત કરે છે, તેને અલગ-અલગ પદ્ધતિથી જોઈ શકાય છે. આ પ્રક્રિયામાં ઓછી ઉંમરમાં જ વિચાર, ધ્યાન, એકાગ્રતા, બુદ્ધિમત્તા અને લચીલાપણાની લાગણી વિકસાવશે.
આ માઇન્ડ મેનેજમેન્ટને ન્યુરોસાઈકલ પ્રક્રિયા કહેવામાં આવે છે. માતા-પિતાએ બાળક સાથે વાત કરવી જોઈએ જેથી તે પોતાના વિશે શું વિચારે છે તે અંગે તેની જાગૃતિ અને જિજ્ઞાસા સમજે. જ્યારે બાળક સિરી જેવા એઆઈ ઉપકરણ સાથે સંપર્ક કરે છે ત્યારે તમે તેમને પૂછી શકો છો કે સિરી તેને કેવું અનુભવે છે? તેને સિરી વિશે શું ગમતું નથી? બાળકો એઆઈનો ઉપયોગ કરે છે તેની અસર બાળકો પર કેવી પડે છે તે જાણવું માતા-પિતા માટે મહત્ત્વ છે.
એઆઈની અસર વિશે બાળકોને જણાવો
એઆઈ તેમના પર કેવી અસર કરે છે તે વિશે બાળકોને જાગૃત કરો. નવી ટેવો બનાવવા માટે, સલામત અને સંતુલિત ઉપયોગનો અભ્યાસ કરો. શાળાના પ્રોજેક્ટ્સમાં એઆઈનો ઉપયોગ કરવાની નવી રીતોની શોધને પ્રોત્સાહિત કરો.






Leave a comment