વરસાદને કારણે જળાશયો છલોછલ

રાજકોટમાં છેલ્લા 2 દિવસ સારો વરસાદ પડતા તેને કારણે જળાશયોમાં આવક શરૂ થઈ છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમના ઉપરવાસમાં સારો વરસાદ રહેતા છલોછલ ભરાયો છે અને સપાટી 100 ટકાએ પહોંચતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટમાં હાલ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સિંચાઈ વિભાગના ફ્લડ કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં વરસાદના લીધે 7 ડેમોમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે, જેમાં ખોડાપીપર ડેમમાં 1.31 ફૂટ, આજી-2 ડેમમાં 0.66 ફૂટ, ન્યારી-1 અને 2 ડેમમાં 0.33 ફૂટ, ગોંડલી અને આજી-3 ડેમમાં 0.16 ફૂટ, મોજ ડેમમાં 0.10 ફૂટનો વધારો થયો છે.

આ સિવાય જિલ્લાના 21 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે, જે મુજબ વાછપરી ડેમમાં 50 મીમી., ગોંડલી ડેમમાં 45 મી.મી., આજી-3 તેમજ ન્યારી -2 ડેમમાં 40 મી.મી., ખોડાપીપર ડેમમાં 35 મી.મી., મોજ ડેમમાં 30 મી.મી., આજી -2 ડેમમાં 26 મી.મી., આજી-1, છાપરવાડી-1 તેમજ લાલપરી તળાવમાં 25 મી.મી., ડોંડી, વેરી અને ફાડદંગ બેટી ડેમમાં 20 મી.મી., ન્યારી-1 ડેમમાં 18 મી.મી., ઇશ્વરિયા, મોતીસર તેમજ સોડવદર ડેમમાં 10 મી.મી., ફોફળ ડેમમાં 8 મી.મી. વરસાદ પડ્યો છે.

Leave a comment

Trending