ગાગોદર પોલીસ મથકમાં પોલીસવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન હેઠળ કામગીરીની સમીક્ષા કરાઇ

પૂર્વ કચ્છ પોલીસ વિભાગ હસ્તકના રાપર તાલુકામાં આવતા ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. પોલીસવડાએ પોલીસ મથકની કામગીરી અંગે જાત માહિતી મેળવી સમીક્ષા કરી હતી, તો ગ્રામજનો સાથે લોક સંવાદ યોજી તેમની સમસ્યાઓ , અભિપ્રાયો જાણ્યા હતાં. આ સમયે Dysp સાગર સાંબડા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુમ્બડિયા ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસવડાએ ગાગોદર ગામના લોકો સાથે ” લોક સંવાદ ” કાર્યક્રમ યોજી લોક પ્રશ્નો જાણ્યા હતા. ગાગોદર પીએસઆઇ દ્વારા ડી આર ગઢવી આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. લોક સંવાદ કાર્યક્રમમાં ગામનાં અગ્રણી શિવજીભાઈ શાહ, ધરમશીભાઈ છેડા જૈન, વાઘજી પ્રજાપતિ, દેવા ભરવાડ,શંભુ ભરવાડ ,રમજુભાઈ રાઉમા,બહાદુરસિંહ અનોપસિંહ જાડેજા રાજપૂત,અણદાભાઈ ઈસાસરિયા પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લોક સંવાદ કાર્યક્રમ દરમિયાન લોકોએ પોલીસ સ્ટેશન બનાવવા, સ્ટાફ ઘટ પૂરવા તથા હાઈવે પર પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે માગ કરી હતી. ત્યારબાદ ગાગોદર ગામે અનુસૂચિત જાતિ મહોલ્લાની મુલાકાત લીધી જેમાં માયાભાઈ હાજાભાઈ જેમલભાઈ, મંગાભાઈઆગેવાનો હાજર રહેલા જિલ્લા પોલીસ વડા એ શાળા ની મુલાકાત લઈ બાળકો સાથે ચર્ચા કરી હતી.

Leave a comment

Trending