વર્તમાન યુગમાં અલ્ઝાઇમર એટલે કે, ભૂલી જવાની બીમારી વડીલોમાં ખૂબ જોવા મળે છે. આધેડ વયમાં પણ હવે આ રોગ પગ પેસારો કરી ચૂક્યો છે., અલ્ઝાઇમર મગજના જ્ઞાન તંતુઓની બીમારીનો રોગ છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ રોજબરોજની ચીજ વસ્તુઓ ભૂલી જાય છે ત્યાં સુધી કે તેમને ખાવા પીવાનું પણ ભાન રહેતું નથી. એમ અત્રેના મનોચિકિત્સા વિભાગના તબીબોએ જણાવ્યું હતું.
હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના પ્રોફ.ડો. મહેશ ટીલવાણીએ વિશ્વ અલ્ઝાઈમર ડે(૨૧.સપ્ટે) નિમિત્તે જણાવ્યું હતું કે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં સરેરાશ રોજના બે દર્દીઓ અલ્ઝાઈમર રોગની સારવાર લેવા આવે છે, મહિલાઓમાં આ બીમારી વધુ જોવા મળે છે. વિશ્વમાં 5.5 કરોડ લોકો સ્મૃતિ દોષથી પીડાય છે.
જી.કે. ના અન્ય મનોચિકિત્સક ડો.શિવાંગ ગાંધી અને ડો. રિધ્ધી ઠક્કરે કહ્યું કે, આ બીમારીની શરૂઆતમાં ઊંઘ ના આવવી, ચિંતા, પરેશાની, વારંવાર એક જ સવાલ કરવો, ક્યાંય મન ના લાગે,કપડા ઉલટા સીધા પહેરવા જેવા લક્ષણો દેખાય છે. જ્યારે ઇલાજ અંગે ડો.કંગના દેસાઈ અને ડો બંસીતા પટેલે ઉમેર્યું કે, આ રોગને નિયંત્રણમાં લેવા કેટલીક દવા અને થેરાપી પણ ઉપલબ્ધ છે. જીકે માં દર્દની દવા ઉપલબ્ધ છે સાથે સાથે થેરાપી પણ આપવામાં આવે છે
દર્દીને સારવારમાં ભોજન ટેકારૂપ સાબિત થાય છે જેમ કે, ખોરાકમાં ડ્રાયફ્રૂટ, શાકભાજી, ગ્રીન ટી, વિટામિન બી-૧,૬ અને બી-૧૨ મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત વ્યક્તિએ વાંચન કરવું જોઈએ, મનોરંજનાત્મક ગતિવિધિ, સંગીત સાંભળવું, યોગ, ધ્યાનથી આ રોગ કાબુમાં લાવી શકાય છે.જી.કે.માં આ રોગ અંગે પૂરતી દવા ઉપલબ્ધ છે.
સમાજમાં આ દર્દ અંગે જોઈએ એવી જાગૃતિનો અભાવ છે. વ્યક્તિને જ્યારે આ રોગ ત્રીજા સ્ટેજે લાગુ પડે ત્યારે જ તેને સારવાર નિદાન માટે દવાખાને લાવવામાં આવે છે. ઘરમાં વડીલો એકલા બેઠાં હોય, કોઈને પરેશાન ન કરે ત્યાં સુધી ખ્યાલ પણ નથી આવતો કે તેમને આ રોગ થયો છે, પરંતુ બીમારી વધી જાય ત્યારે અને વ્યક્તિ તોફાન કરે અને અડચણરૂપ સાબિત થાય ત્યારે જ દવા લેવા આવે છે ત્યારેજ ખ્યાલ આવે છે, પરંતુ ખૂબ મોડું થઈ ગયું હોય છે. જો કુટુંબીજનો વડીલો સાથે સતત વાતચીત કરે,સમય આપે અને તેમને વ્યસ્ત રાખે તો મગજના કોષ સક્રિય બને અને વડીલો લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે, એમ ડો.ટીલવાણીએ વધુમાં જણાવ્યુ હતું.
ડબલ્યુ એચ ઓ એ વર્ષ 2023 માટે રોગ અંગે થીમ આપી છે કે “નેવર ટુ લેટ ટુ અરલી અર્થાત્ સારવાર લેવામં ક્યારે મોડું કે વહેલું નથી.






Leave a comment