આજે ભાદરવા સુદ આઠમના દિવસે પાંડવ કાલીનનું મહત્વ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવતા યાત્રાધામ રવેચી માતાજીના મંદિરે સુપ્રસિધ્ધ ભાતીગળ મેળો યોજાયો છે. બે દિવસીય મેળા પ્રસંગે ગતરાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રૂ. 15 લાખની ઘોર થઈ હતી. તો આજે હકડેઠઠ મેદની સાથે યોજાયેલા મેળામા ગામઠી પહેરવેશ સાથે રબારી, ભરવાડ, આહિર, પટેલ, કોળી, આંજણા પટેલની મહિલાઓ પરંપરાગત પહેરવેશમા જોવા મળી હતી.
મેળા પ્રસંગે રાપર એસટી વિભાગ દ્વારા વીસ બસોની સેવા આપવામાં આવી છે. એસટીના વિભાગીય નિયામક પટેલના માર્ગદર્શન હેઠળ રાપર એસ.ટી ડેપો મેનેજર જે.પી જોશી તથા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મેળામા ખાણીપીણી, રમકડાં, ચકડોળ ફદીરફારકો, જાદુગર, સર્કસ સહિતના સ્ટોલમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સારા વરસાદ બાદ જામેલા ભવ્ય મેળામા લોકોની સલામતી અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રાપર પીઆઇ વી કે ગઢવી, પીઆઇ અજીતસિંહ વાળા, પીએસઆઇ બી જી રાવલ, ડી.આર ઝાલા સહિતના રાપર, ભચાઉ, સામખીયારી, આડેસર, બાલાસર ગાંધીધામ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
મેળામા શહેલાનિયો માટે ઠંડી છાસની વ્યવસ્થા કાનીબેન સેજપાર પારેખ પરિવાર દ્વારા રાખવામાં આવી છે. તો મેળા દરમિયાન રવેચી મંદિરના મહંત ગંગાગીરી બાપુના સાંનિધ્યમાં વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી, ચીફ ઓફિસર નવઘણભાઈ કડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, ઉમેશ સોની, મેહુલ જોશી, લાલજી કારોત્રા, ભીખુભા સોઢા, હકુમતસિંહ સોઢા, દિનેશ સોલંકી, મહેશ સુથાર, મેહુલ રૈયા મનુભાઈ રાજગોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મેળા દરમિયાન સોળ દેશના વિદેશીઓ મહાલતા જોવા મળ્યા હતા મેળા મા પરંપરાગત ભારતીય પોશાક ની ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી કરતાં જોવા મળ્યા હતા વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી ના મેળા મા વાગડ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મુંબઈ વલસાડ સુરત વડોદરા અમદાવાદ રાજસ્થાન ખડીર સહિત ના વિસ્તારોમાં થી લોકો ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ થી લોકો પગપાળા આવતા જોવા મળતા હતા






Leave a comment