મુન્દ્રા પોલીસે ચાર વર્ષના બાળકનું કરાવ્યું માતાપિતા સાથે મિલન

મુન્દ્રાના સોસાયટી વિસ્તારમાં રહેતો ચાર વર્ષનો બાળક રમતા રમતા એસ ટી બસ સ્ટેન્ડ નજીક પહોંચી પરિવાર થી વિખૂટો પડતા પ્રજાનો મિત્ર હોવાની ઉક્તિને સાર્થક કરતા પોલીસ બાળકની વહારે આવી હતી.અને ભારે જહેમત બાદ ભાળ મેળવી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું.

ભુલા પડેલા બાળકને પ્રથમ મુન્દ્રા પી આઈ જે વી ધોળા ના માર્ગદર્શન તળે એએસ આઈ ગિરિરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જયશ્રીબેન જોશીએ સરકારી ગાડી માં બેસાડી વિવિધ વિસ્તારો ખંગાલયા હતા.પરંતુ આગરીયા કોલોની પહોંચતા બાળક એ તેમના ઘર તરફ હાથ થી ઇશારો કરતાં તેના માતા પિતાની ભાળ મળી હતી.

ખાનગી કંપનીમાં ફરજ બજાવતા મુળ યુપીના અર્જુન યાદવ નો ચાર વર્ષનો પુત્ર વંશ રમત રમતમાં નગરના ભરચક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો.અને બે કલાક થી સરનામું ન મળતાં બાળકની તસ્વીર શોશ્યલ મીડિયામાં વહેતી કરાઈ હતી.અંતે મુન્દ્રા પોલીસ અને જનસેવા સંસ્થાની મદદ થી તેનું પરિવાર સાથે મિલન થયું હતું.

Leave a comment

Trending