– દેશની સ્વાસ્થ્ય અને હેલ્થ કેર પ્રણાલીમાં ફાર્માસિસ્ટનું મહત્વનું યોગદાન:
માનવીને સ્વસ્થ કરવા અને તેમની વિભિન્ન બીમારી દૂર કરવા તબીબો સાથે ફાર્માસિસ્ટનું પણ હેલ્થ કેર રૂપે યોગદાન રહેલું છે. ફાર્માસિસ્ટને તેમની દવાઓની લગતી જાણકારી અને જ્ઞાનને કારણે કેમિસ્ટ પણ કહેવાય છે.સમાજમાં ડોક્ટરની સાથોસાથ તેમનુ પણ આરોગ્ય ક્ષેત્રે મહત્વ રહેલું છે.માટે જ દર વર્ષે ૨૫મી સપ્ટે.ના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ મનાવાય છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના વિવિધ વિભાગોના તબીબોના મંતવ્ય મુજબ આરોગ્યની આ એક મહત્વની પાંખ છે.તેઓ દવાની બાબતમાં સલાહ આપવા ઉપરાંત તબીબોની સુચના અને પ્રિસ્ક્રીપ્સન આધારે વિતરણનું પણ કાર્ય કરે છે.
ફાર્માસિસ્ટ દિન નિમિતે જી.કે.માં કાર્યરત ફાર્માસિસ્ટને શુભેચ્છા આપતા ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે,ફાર્માસિસ્ટ સ્વસ્થ્ય પ્રણાલીને મજબૂત કરે છે અને તેમનું યોગદાન અહમ છે.તેઓને ઔષધિના વિશેષજ્ઞ ગણવામાં આવે છે.
જી.કે.ના ફાર્મસી વિભાગના સિનિયર મેનેજર લક્ષિત સંઘવીના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં આઉટ ડોર પેશન્ટને કાગળની અને ઇન્ડોર પેશન્ટ માટે કાપડની થેલીમાં દવા આપવામાં આવે છે, એ મુજબ હોસ્પિટલમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશને પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.હોસ્પિટલના તમામ ફાર્માસિસ્ટ આ ઝુંબેશને પ્રોત્સાહન આપવા મદદરૂપ બની રહ્યા છે.
આંતરરા્ટ્રીય સ્તરે દર વર્ષની ૨૫ મી સપ્ટે.ના રોજ ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન દ્વારા આ દિવસ મનાવાય છે.વર્ષ ૨૦૦૯માં તુર્કીના ઇસ્તંબુલમાં બેઠક મળી હતી અને ત્યારબાદ ૨૦૧૨ થી દર વર્ષે આ દિવસ મનાવાય છે.ભારતનો સવાલ છે ત્યાં સુધી પ્રો.મહાદેવલાલ શ્રોફ ઇન્ડિયન ફાર્મસીના જનક હતા. “ફાર્માસિસ્ટ સ્વસ્થ્ય પ્રણાલીને મજબૂત કરે છે”, એ થીમ આપી ફાર્માસિસ્ટના યોગદાનને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મહત્વ આપવામાં આપ્યું છે.






Leave a comment