આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાનાં 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટની સફળતાની ફિલ્મ બતાવાઈ હતી. બાદમાં કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર મોદી, ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મને અહીં બોલાવ્યો તો હું 20 વર્ષ નાનો થઈ ગયો, મને એ દિવસો યાદ આવ્યા, જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોઇ શકે.
સિરામિકનાં 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બદલાયા, ઓફિસરો બદલાયા, સમય બદલાયો પણ વાયબ્રન્ટ ગુજરાત સફળતાની ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 2001ની તુલનામાં 9 ગણો વધારો થયો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગનાં ગુજરાતમાં 30 હજાર યુનિટ છે, મેડિકલ ડિવાઈસ 50 ટકા અને કાર્ડિયાક સ્ટેન્ટ 80 ટકા છે. ડાયમંડ એક્સપોર્ટમાં 80 ટકા ભાગ ગુજરાતનો છે. સિરામિકનાં 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ગત વખતે 2 બિલિયન ડોલરની ગુજરાતે નિકાસ કરી હતી. 2014 પહેલાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય હતું, મિલેટ્સ આજે દુનિયાના મોટા ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.
20 વર્ષ એક લાંબો કાર્યકાળ છે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, બોન્ડિંગ મારા અને ગુજરાતના 7 કરોડ નાગરિકો સાથે જોડાયેલું છે. આજે મને સ્વામી વિવેકાનંદની વાત યાદ આવે છે કે, દરેક કામને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. 20 વર્ષ એક લાંબો કાર્યકાળ છે. 2001ના ભૂકંપ પછી ગુજરાતની સ્થિતિ કેવી હતી. રાજ્ય 2001 પહેલાં પણ અકાળની સ્થિતિમાં હતું. ભૂકંપમાં હજારોનાં મૃત્યુ થયાં, માધવપુરા માર્કેન્ટાઇલ બેંકની ઘટના બની હતી. 133 કો.ઓપરેટિવ બેંકોમાં તોફાન છવાયું હતું. ગુજરાતમાં આર્થિક હાહાકાર મચી ગયો હતો. ગુજરાતનું આર્થિક સેક્ટર સંકટમાં આવ્યું હતું. પહેલીવાર ધારાસભ્ય બન્યો, મને કોઈ અનુભવ નહીં અને પડકાર હતો. ગોધરાકાંડ થયો અને ગુજરાત હિંસામાં ધકેલાયું હતું.
મુખ્યમંત્રી તરીકે મારી પાસે અનુભવ નહોતો
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે મારી પાસે અનુભવ નહોતો પરંતુ ગુજરાતના લોકો પર મને ભરોસો હતો. જે લોકો એજન્ડા લઈને ચાલતા હતા તેઓ ઘટનાનું એનાલિસિસ કરતા હતા. ગુજરાતના યુવા ઉદ્યોગકારો અને વેપારીઓ બહાર જતા રહેશે અને બરબાદ થઈ જશે. ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ગુજરાત ક્યારેય ઊભું નહીં થયા એવી વાતો થતી હતી. પરંતુ મેં સંકલ્પ લીધો કે, હું ગુજરાતને આમાંથી બહાર કાઢીશ. ગુજરાતના પુનઃ નિર્માણ નહીં પરંતુ આગળનો વિચાર હતો. વિશ્વ સાથે આંખથી આંખ મિલાવવા વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું હતું. ભારતના ટેલેન્ટને વિશ્વને બતાવવા માટે માધ્યમ બન્યું હતું. વાયબ્રન્ટ નવરાત્રિ પર્વમાં શરૂ કર્યું હતું.
વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત જુએ છે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 20 વર્ષ થઈ રહ્યાં છે. ખાટી-મીઠી વાત યાદ આવે છે. વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત જુએ છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ છે પરંતુ કેન્દ્ર સરકારમાં રહેલા લોકો આવવાની ના પાડતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવવામાં આવતા હતાં તેમ છતાં રોકાણકારો આવ્યા હતા. રોકાણકારો આવ્યા હતા કારણ કે તેઓને અહીંયાં ગુડ ગર્વનન્સ, ફેર ગવનર્ન્સ મળ્યું છે. જ્યારે વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારે મોટી હોટલો નહોતી. ગેસ્ટ હાઉસ નહોતા. જ્યારે બિઝનેસ હાઉસને ગેસ્ટ હાઉસ રહેવા આપવા કહ્યું. અલગ અલગ શહેરોમાં રોકાયા. 2009માં વાયબ્રન્ટમાં મંદીનો માહોલ હતો. મને કહ્યું વાયબ્રન્ટ ગુજરાત કેન્સલ કરો પરંતુ મેં કહ્યું ના કરો જ તમે. આદત છૂટવી ન જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત સમિટ સફળ રહ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા સમજી શકાય છે.
આજે 40000થી વધુ ડેલિગેટ્સ આવવાના શરૂ થયા
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે 40000થી વધુ ડેલિગેટ્સ આવવાના શરૂ થયા છે. 2003માં ગણતરીના હતા. આજે 135 દેશો ભાગ લે છે. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા પાછળ અનેક કારણો છે. આઈડિયા, ઇમેજિનેશન, ઇમ્પ્લિમેન્ટેશન છે. આજે વાયબ્રન્ટ ગુજરાત એક ઇન્સ્ટિટ્યૂશન બની ગયું છે. જે સરકાર બહાર અને અંદર ચાલે છે. મુખ્યમંત્રીઓ બદલાયા, અનેક અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ સફળતાપૂર્વક આગળ વધી છે. અમદાવાદના ટાગોર હોલ અને સાયન્સ સિટીમાં તંબુ લગાવી કરી અને આજે મહાત્મા મંદિર થાય છે. એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી દેશના મુખ્યમંત્રીઓને કહેતા હતા કે, તમે અમારા વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવો.
21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 20મી સદી બાદ 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું હતું. ગુજરાતની વેપાર નીતિ મજબૂત બની જે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા છે. છેલ્લાં 20 વર્ષની અનેક સક્સેસ સ્ટોરી અને કેસ સ્ટડી છે. છેલ્લા બે દાયકામાં અનેક સેક્ટરમાં ઊંચાઈ પર પહોંચ્યા છીએ. આજે ગુજરાતનું દેશમાં અનેક ક્ષેત્રે મોટું યોગદાન છે. ગુજરાત દેશમાં ટોપ એક્સપોર્ટમાં છે. વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું ત્યારે વિચાર્યું હતું કે, રાજ્ય દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બને. દેશે તેને હકીકતમાં જોયું છે. 2014માં જ્યારે અમને દેશની સેવાનો મોકો મળ્યો તો હવે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેમ વિચારી રહ્યા છીએ. મોદીની ગેરંટી છે કે, થોડાં જ વર્ષોમાં ભારત ટોપ 3 ઇકોનોમીમાં હશે.
આગળનાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં
મોદીએ વધુમાં તમામ ઉદ્યોગકારોને અપીલ છે કે, તમે નવી સંભાવનાઓ શોધો. વાયબ્રન્ટ ગુજરાત સામે લક્ષ્ય છે કે, ગિફ્ટ સિટીને કેવી રીતે સક્સેસ કરે. આગળનાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં છે. જ્યારે 40 વર્ષ પૂરાં થશે ત્યારે ભારત સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની નજીક હશે. મને વિશ્વાસ છે કે, તમે આ દિશામાં વિચારશો અને આગળ વધશો. જાન્યુઆરી 2024માં યોજાવવાનું છે, બધા તૈયારીમાં લાગી ગયા હશે. હું આજે 20 વર્ષ નાનો થઈ ગયો અને જૂની યાદો તાજી થઈ ગઈ. મેં ભયંકર પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર કાઢ્યું છે, બસ જીવનમાં આનાથી વધુ સંતોષ શું હોઇ શકે.
સિરામિકના 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ
મુખ્યમંત્રી બદલાયા, ઓફિસરો બદલાયા, સમય બદલાયો પણ વાયબ્રન્ટ ગુજરાત સફળતાની ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 2001ની તુલનામાં 9 ગણો વધારો થયો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ગુજરાતમાં 30 હજાર યુનિટ છે, મેડિકલ ડિવાઈસ 50 ટકા અને કાર્ડિયાક સ્ટેન્ટ 80 ટકા છે. ડાયમંડ એક્સપોર્ટમાં 80 ટકા ભાગ ગુજરાતનો છે. સિરામિકનાં 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ગત વખતે 2 બિલિયન ડોલરની ગુજરાતે નિકાસ કરી હતી. 2014 પહેલાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય હતું, મિલેટ્સ આજે દુનિયાના મોટા ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.






Leave a comment