દેશમાં 80% ડિજિટલ પેમેન્ટ યુપીઆઇથી

કોવિડ બાદ દેશમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ ચાર ગણું વધ્યું છે. 80%થી વધુ રિટેલ પેમેન્ટ યુપીઆઇ મારફતે કરવામાં આવ્યું છે. પરંતુ કુલ ડિજિટલ લેવડદેવડમાં યુપીઆઇનો હિસ્સો માત્ર 8.19% છે. RBIના એક રિપોર્ટ અનુસાર, યુપીઆઇ મારફતે લેવડદેવડ જે ઝડપથી વધી છે, તે ગુણોત્તરમાં લેવડદેવડની રકમ વધી નથી. ત્રણ વર્ષમાં સરેરાશ યુપીઆઇ લેવડદેવડનું કદ 52% ઘટ્યું છે. RBI અનુસાર કોવિડથી પહેલા ડિજિટલ પેમેન્ટનું સરેરાશ મૂલ્ય 10 હજાર રૂપિયાથી વધુ હતું. હવે તે ઘટીને 4,880 રૂપિયા થઇ ગયું છે.

કુલ 187 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ લેવડદેવડમાં 15.33 લાખ કરોડ રૂપિયાની રિટેલ લેવડદેવડ જ યુપીઆઇ મારફતે થઇ છે. રસપ્રદ વાત એ છે કે ડિજિટલ લેવડદેવડ વધવા છતાં ત્રણ વર્ષમાં સામાન્ય લોકોની પાસે રોકડમાં પણ 26%નો વધારો થયો છે. તેનો અર્થ છે કે ડિજિટલ પેમેન્ટ વધવા છતાં લોકોનો રોકડ પ્રત્યેનો લગાવ યથાવત્ છે.

પેમેન્ટ રેવેન્યૂની દૃષ્ટિએ ભારત વિશ્વના ટોચના પાંચ દેશોમાં સામેલ

પેમેન્ટ રેવેન્યૂના મામલે ભારત ટૉપ-5 દેશોમાં સામેલ છે. મેકેન્ઝીના 2023ના ગ્લોબલ પેમેન્ટ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે પેમેન્ટ રેવેન્યૂમાં સતત બીજા વર્ષે 10%થી વધુ વધારો થયો છે. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન, ઑનલાઇન ચૂકવણી, મોબાઇલ વૉલેટ, વાયર ટ્રાન્સફર તેમજ નાણાકીય લેવડદેવડના અન્ય વૈકલ્પિક સ્ત્રોતથી પેમેન્ટ રેવેન્યૂ આવે છે. એટલે કે રોકડ અને ચેક સિવાયની તમામ ચૂકવણી આ કેટેગરીમાં આવે છે.

આ વર્ષે જુલાઇ સુધી 200 કરોડના યુપીઆઇ પેમેન્ટ

વર્ષ 2015માં યુપીઆઇ મારફતે લેવડદેવડ શરૂ થઇ હતી. તેના 43 મહિના બાદ એટલે કે ઓક્ટોબર-19માં આ પ્રકારના 1 અબજ ટ્રાન્ઝેક્શન પૂરા થયા હતા. પરંતુ 9-10 અબજ સુધી પહોંચવામાં માત્ર ત્રણ મહિનાના લાગ્યા હતા. વર્ષ 2023ના પહેલા 8 મહિનામાં જ યુપીઆઇ મારફતે 2 અબજની લેવડદેવડ નોંધાઇ છે.

Leave a comment

Trending