મુન્દ્રામાં જિલ્લા શિક્ષણ ભવન ભુજ અને દુલેરાય કારાણી શાળા મુન્દ્રાના સહયોગથી 27મી સપ્ટેમ્બરે ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ષ 2023/24નું અાયોજન કરાયું હતું, જેમાં મુન્દ્રા તાલુકાની 18 શાળા અને 50 વિદ્યાર્થીઅોઅે 25 કૃતિઅો રજુ કરી હતી. જે પ્રસંગે 3 કુપોષિત બાળકોને દત્તક પણ લેવાયા હતા.
અતિથિ વિશેષ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેઅે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો થકી ભારતે ચંદ્રના દક્ષિણધ્રુવ ઉપર ચંદ્રયાન-3 મૂકવાની સિદ્ધિ મેળવી છે. અાવા પ્રદર્શનોથી ભવિષ્યમાં વૈજ્ઞાનિકો પાકશે. તેમણે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોષી સાથે પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. જેને જોવા માટે અાસપાસના ગામડાના 700 જેટલા વાલીઅો બાળકો સાથે ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. જે પ્રસંગે અાઈ.સી.ડી.અેસ. અંતર્ગત નોંધાયેલા ત્રણ જેટલા કુપોષિત બાળકોને જય અેકેડમીના અાચાર્ય ભાવિકાબેન પંડ્યા, અેસ.વી.અેસ. મુન્દ્રા તાલુકા ગ્રૂપના કન્વીનર સ્નેહલભાઈ વ્યાસ, વર્ગ 2ના અધિકારી બીપીનભાઈ વકીલે દત્તક લીધા હતા. નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જખુભાઈ સોધમ, અે.ઈ.અાઈ. મેનાબેન મોઢા, વર્ગ-2 અધિકારી વસંતભાઈ પટેલ, વનીતાબેન મહિડા, સ્નેહલભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડોકટર્સમાં નિશાબેન ગઢવી, પુજાબેન, નિશીથ રાજેશ સોની, વર્ષાબેન, કપિલભાઈ શર્મા, ભાર્ગવ ગોલકિયાઅે સેવા અાપી હતી. ટ્રસ્ટી ભાવિકાબેન પંડ્યાઅે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ઘરે અભ્યાસ કરતી ધો. 9થી 12ની દિકરીઅોને માર્ગદર્શન
ગુજરાત સ્ટેટ અોપન સ્કૂલ દ્વારા જે દીકરીઅો શાળાઅે જઈ શકતી નથી અને ઘરેથી જ ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કરે છે. જેની પરીક્ષા અાપી શકે તેવા અાશયથી સરકારની યોજના હેઠળ વિનામૂલ્ય પાઠ્ય પુસ્તકો અને સ્ટડી સેન્ટરો ખૂલ્લા મૂકવામાં અાવ્યા છે. જેનું માર્ગદર્શન અાપવામાં અાવ્યું હતું.
300 વ્યક્તિનું બ્લડ ગ્રૂપ ટેસ્ટિંગ
જે પ્રસંગે રોટરી કલબ અોફ મુન્દ્રા અને મોમાય અેજ્યુકેશન અેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જય અેકેડમીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ગ્રૂપ ટેસ્ટિંગ શિબિરનું પણ અાયોજન કરાયું હતું, જેમાં 300 વ્યક્તિઅોઅે લાભ લીધો હતો.






Leave a comment