ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ આપ્યો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા.

જો રૂટે 86 બોલમાં 77 રનની અડધી સદી ફટકારી જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ 33 રનનું યોગદાન આપ્યું.

કિવી ટીમ તરફથી મેટ હેનરીએ 3 વિકેટ ઝડપી. ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરને બે-બે વિકેટ મળી.

રૂટ-બટલરે ઈંગ્લિશ ટીમને સંભાળી

ટીમના 118 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ રૂટ અને બટલરની જોડીએ ઈંગ્લિશ ટીમને સંભાળી લીધી હતી. બંનેએ 72 બોલમાં 70 રનની ફિફ્ટીની ભાગીદારી કરી હતી. આ પોર્ટનરશિપ મેટ હેનરીએ જોસ બટલરને આઉટ કરીને તોડી હતી.

જો રૂટની ફિફ્ટી

નંબર-3 પર રમવા આવેલા ઇંગ્લિશ બેટ્સમેન જો રૂટે પોતાની વનડે કારકિર્દીની 37મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 57 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

મેચ હેનરીએ ન્યૂઝીલેન્ડને પહેલી સફળતા અપાવી હતી. તેણે ઓપનર ડેવિડ મલાનને આઉટ કર્યો હતો. મિચેલ સેન્ટનરે સેટ બેટર જોની બેયરસ્ટોને પેવેલિયન ભેગો કર્યો હતો. બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. રચિન રવીન્દ્રની ઓવરમાં હેરી બ્રુકે સતત ત્રણ બોલમાં ત્રણ બાઉન્ડરી મારી હતી. ચોથા બોલે તે આઉટ થયો હતો. મોઈન અલી પણ ચાલ્યો નહોતો અને ગ્લેન ફિલિપ્સની બોલિંગમાં આઉટ થયો હતો.

આવી રીતે પડી ઇંગ્લેન્ડની વિકેટ…

પહેલી: આઠમી ઓવરના ચોથા બોલે મેટ હેનરીએ આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ બોલ નાખ્યો, જેને ડેવિડ મલાન શોટ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર ટોમ લાથમે કેચ કરી લીધો હતો.

બીજી: 13મી ઓવરના પાંચમા બોલે સેન્ટનરની બોલિંગમાં જોની બેયરસ્ટો લોંગ ઓફ પરથી શોટ મારવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા ડેરિલ મિચેલે કેચ કર્યો હતો.

ત્રીજી: 17મી ઓવરે રચિન રવીન્દ્રએ શોર્ટ બોલ નાખ્યો, જેને હેરી બ્રુક ડિપ મિડ વિકેટ ઉપરથી છગ્ગો મારવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા ડેવોન કોનવેએ સરળ કેચ કર્યો હતો.

ચોથી: 22મી ઓવરના બીજા બોલે ગ્લેન ફિલિપ્સે શોર્ટ બોલ નાખ્યો, જે થોડો નીચે રહ્યો અને મોઈન અલી ચૂકી જતાં બોલ્ડ થયો હતો.

પાંચમી: જોસ બટલર- 43 રન: 34મી ઓવરના બીજા બોલ પર મેટ હેનરીએ ટોમ લેથમના હાથે કેચ આઉટ કરાવ્યો. બેક ઓફ લેન્થ બોલ બેટની કિનારી લઈને વિકેટકીપર લેથમના ગ્લોવ્ઝમાં પહોંચી ગયો.

છઠ્ઠી: લિવિંગસ્ટન- 20 રન: 39મી ઓવરના પાંચમા બોલ પર ટ્રેન્ટ બોલ્ટે મેટ હેનરીના હાથે કેચ આઉટ કરાવ્યો. બોલ્ટની નકલ બોલ પર લિવિંગ્સ્ટન લેગની દિશામાં ફ્લિક કરવા માંગતો હતો, પરંતુ પાવર જનરેટ કરી શક્યો ન હતો અને ડીપ લોંગ-ઓન પર હેન્રીએ કેચ કર્યો હતો.

સાતમી: જો રૂટ- 77 રન: ગ્લેન ફિલિપ્સે 41મી ઓવરના બીજા બોલ પર બોલ્ડ કર્યો. જો રૂટ ફિલિપ્સના બોલ પર રિવર્સ સ્વીપ મારવા માંગતો હતો, પરંતુ બોલ બેટની નીચે ગયો અને સ્ટમ્પમાં ઘુસી ગયો હતો.

આઠમી: ક્રિસ વોક્સ – 11 રન: 45મી ઓવરના છેલ્લા બોલ પર મિશેલ સેન્ટનરના બોલ પર વિલ યંગે કેચ પકડ્યો. વોક્સ પોઈન્ટ ઉપર હિટ કરવા માગતો હતો પરંતુ લીડિંગ એજને કારણે કેચ આઉટ થઈ ગયો.

નવમી: સેમ કરન – 14 રન: 46મી ઓવરના ચોથા બોલ પર મેટ હેનરી,એ વિકેટકીપર લાથમને કેચ કરાવ્યો. કરન આઉટસાઈડ ઓફની શોર્ટ બોલ પર કટ મારવા માગતો હતો, પરંતુ બોલ એજ થઈને વિકેટકીપરના હાથમાં જતી રહી.

વિલિયમસન અને સ્ટોક્સ નથી રમી રહ્યા

કિવી ટીમનો રેગ્યુલર કેપ્ટન કેન વિલિયમસન આજે નથી રમી રહ્યો. તો ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ ઈજાના કારણે નથી રમી રહ્યો.

Leave a comment

Trending