હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના 13માં દિવસે ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ મેચમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું. 2018 એશિયન ગેમ્સમાં ભારતે બ્રોન્ઝ જીત્યો હતો. ભારત માટે મનપ્રીત સિંહે 25મી મિનિટે, હરમનપ્રીત સિંહે 32મી અને 59મી મિનિટે, અમિત રોહિદાસે 36મી મિનિટમાં અને અભિષેકે 48મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી તનાકાએ ટીમ માટે એકમાત્ર ગોલ 51મી મિનિટે કર્યો હતો. આ જીત સાથે ભારત પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે.
આ સાથે ભારતે આજે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 8 મેડલ જીત્યા છે. કુલ મેડલની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.
કુસ્તીમાં, મહિલાઓની 62 KG વજન વર્ગ પછી, ભારતને 76 KG ફ્રી સ્ટાઇલમાં પણ બ્રોન્ઝ મળ્યો. ભારતની કિરણે મંગોલિયાના ગાનબત અરિયુંજર્ગલને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. બીજી તરફ, ભારતના અમને મેન્સ ફ્રીસ્ટાઈલ 57KG ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે જ બ્રિજ ગેમની ટીમ ફાઈનલમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો.
આજે ભારતીય પુરૂષ ટીમને તીરંદાજીની રિકર્વ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં સાઉથ કોરિયા સામે હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ લેવો પડ્યો હતો. તો, 21 વર્ષની સોનમ મલિકે 62 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવી હતી.
આ પહેલા ભારતીય મહિલા ટીમને સેમિફાઈનલમાં થાઈલેન્ડ સામે હારીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તીરંદાજી રિકર્વ મહિલા ટીમ પછી, એચએસ પ્રણયને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
ભારતના 100 મેડલ કન્ફર્મ
હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારત 100 મેડલના આંકને સ્પર્શવા માટે તૈયાર છે. આજે 7 મેડલ જીત્યા બાદ ભારતના મેડલની સંખ્યા વધીને 93 થઈ ગઈ છે. આ સાથે આજે ભારતે 6 રમતોમાં પોતાના 9 મેડલ નિશ્ચિત કર્યા છે. આ હિસાબે ભારત 100 મેડલ જીતવાની નજીક છે.
આજના મેડલ
તીરંદાજી: અંકિતા ભકત, ભજન કૌર અને સિમરનજીત કૌરની ત્રિપુટીએ રિકર્વ મહિલા ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતે વિયેતનામને 6-2થી હરાવ્યું હતું.
બેડમિન્ટનઃ મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણયને સેમિફાઈનલમાં ચીનના ખેલાડી સામે 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પ્રણોયને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં સેમીફાઈનલમાં હારનાર બંને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે.
સેપક ટકરાઃ ભારતની મહિલા ટીમે રેગુ સેમીફાઈનલમાં થાઈલેન્ડ સામે હાર્યા બાદ સેપકટકરામાં તેનો પ્રથમ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. થાઈલેન્ડ સતત બે ગેમમાં 10-21, 13-21થી જીત્યું.
તીરંદાજી: તીરંદાજી મેન્સ ઇવેન્ટમાં દિવસનો પ્રથમ સિલ્વર આવ્યો. ભારતીય રિકર્વ મેન્સ ટીમ ઈવેન્ટમાં અતાનુ, ધીરજ અને તુષારની ભારતીય ટીમ દક્ષિણ કોરિયાની ત્રિપુટી સામે 3-1થી હારી ગઈ હતી.
રેસલિંગ: સોનમે મહિલાઓની 67KG ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ જીતી. ભારતીય કુસ્તીબાજએ ચીનની પ્રતિસ્પર્ધી લોંગ જિયાને 7-5થી પરાજય આપ્યો હતો.
એશિયન ગેમ્સમાં 13મા દિવસે ભારતનું પ્રદર્શન
તીરંદાજી: મેન્સ ટીમ રિકર્વમાં સેમિફાઇનલમાં પહોંચી
ધીરજ બોમ્મદેવરા, અતનુ દાસ અને તુષાર પ્રભાકર શેલ્કેની ત્રિપુટીએ તેમને શૂટ-ઓફમાં 5-4થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
કુસ્તી: બજરંગ પુનિયા સેમિફાઇનલમાં હારી ગયો
બજરંગ પુનિયાને મેન્સ ફ્રી સ્ટાઇલ 65 KG વેઇટ કેટેગરીની સેમિફાઇનલમાં ઇરાનના અમોઝાદખલી રહેમાનને 8-1થી હરાવ્યો હતો. આ પહેલા બજરંગે ક્વાર્ટર ફાઇનલમાં બહેરીનના અલીબેગોવ અલીબેગ સગીડગસને હરાવ્યો હતો. આ પહેલા તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપાઇન્સના તુબોગ રોનિલને 10-0થી હરાવ્યો હતો.
કિરણ મહિલા ફ્રીસ્ટાઇલ 76 KG વજન કેટેગરીની સેમિફાઇનલ મુકાબલામાં હારી ગઈ હતી. તેને કઝાકિસ્તાનની જમીલાએ 4-2થી હાર આપી હતી.
કબડ્ડી: મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી
કબડ્ડીમાં મહિલા ટીમ સેમિફાઇનલમાં નેપાળને 61-17થી હરાવીને ફાઇનલમાં પહોંચી છે. શનિવારે ફાઇનલ મેચ રમાશે.






Leave a comment