રાપર સ્થિત કોળી ઠાકોર સમાજવાડી ખાતે આજે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મીલેટ ડેવલપમેન્ટ” યોજના અંતર્ગત ભારત સરકારના વિઝનને ધ્યાને લઈ ખેડૂતોમાં મિલેટસના વાવેતર વિસ્તારને વધારવા પ્રેરણા મળે અને મુલ્ય વર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજી સંકલ્પ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ખેડુતો માટે વિવિધ યોજના અંગે માર્ગદર્શન સેમીનાર પણ રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાપર તાલુકાનાં ખેતી કરતા ખેડૂતોને ખેતી અતર્ગત માહિતી તેમજ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ નવી ટેકનૉલોજી તથા નવી જાતો ના માર્ગદર્શન બાબતના આ કાર્યક્રમના ઉજવણી કરવામાં આવી હતી આજે યોજાયેલ કાર્યક્રમમાં રાપર તાલુકા મામલતદાર કે .આર.ચૌધરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મદદનીશ ખેતીવાડી નિયામક એસ.જે.પટેલ, એમ.વી પટેલ, સાગર પરમાર, કુસુમબેન મકવાણા, મનોજ સોલંકી, ગિરીશ રાઠોડ, એસ.જે.પટેલ, હમીરજી સોઢા, કિશોર મહેશ્વરી, કાનજીભાઈ ગોહિલનશા દૈયા, ડાયાલાલ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી મોઢેરા તથા આઇસીડીએસ મિશન મંગલમ વિગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Leave a comment