ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ

– ભારતના ખાતામાં 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે

એશિયન ગેમ્સ 2023ના 14 દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં આજે પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કરી લીધો છે. ભારત માટે 101મો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો હતો. ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ભારત માટે બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ(Indian Mens Cricket Team Wins Gold Medal In Asian Games 2023)ને પણ ગોલ્ડ મેડલ મળ્યો છે.

એશિયન ગેમ્સ 2023ની ફાઈનલ મેચમાં ભારત(IND vs AFG)નો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે આગળની રમત રમાઈ શકી ન હતી અને વધુ સારી રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે ભારત પાસે 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે.

Leave a comment

Trending