દક્ષિણ આફ્રિકાનો વર્લ્ડ કપમાં સર્વોચ્ચ સ્કોર

આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ(Arun Jaitley Stadium)માં ચોથી (Fourth Match) મેચ રમાઈ રહી છે. શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમો વર્લ્ડ કપમાં છ વખત સામ-સામે રમી ચુકી છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચ જીતી છે અને શ્રીલંકાએ એક મેચ જીતી છે. શ્રીલંકાએ છેલ્લે વર્ષ 1992માં દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાં હરાવ્યું હતું એટલે શ્રીલંકાની ટીમને દક્ષિણ આફ્રિકા સામે 31 વર્ષથી જીતની તલાસ છે.

દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 429 રનનો ટાર્ગેટ આપ્યો છે. આફ્રિકન ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેમણે 2015માં વર્લ્ડ કપમાં પર્થમાં અફઘાનિસ્તાન સામે 50 ઓવરમાં 417 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી છે. જેમાં ક્વિંટન ડિકોક (100 રન), રસી વાન ડર ડુસેન (108 રન) અને એડન માર્કરમ (106 રન) સામેલ છે.

શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકાની ટીમ ત્રણ ફાસ્ટ બોલર અને ત્રણ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ એક સ્પિનર ​​કેશવ મહારાજ અને ચાર ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝી, માર્કો યાનસેન, કાગિસો રબાડા અને લુંગી એનગિડી સાથે મેદાનમાં ઉતરી છે.

Leave a comment

Trending