અદાણી વિદ્યામંદિર – અમદાવાદના ભૂલકાઓની સ્વચ્છાગ્રહી સેવા

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા એજ પ્રભુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સ્વચ્છાગ્રહી બાળકોએ બકેરી સીટીથી લઈને સનાથલ સુધી સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. જેમાં સારથી સંગઠન અને વિદ્યામંદિરના NCC કેડેટ્સે પણ સક્રિયપણે ભાગ લીધો હતો. 5 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયાના ભાગરૂપે AVMA કેટલીય પ્રવૃત્તિઓના માધ્યમથી સ્વચ્છાગ્રહ માટે કાર્યશીલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સહયોગ કરી જનજાગૃતિ ફેલાવવાનો છે.

Leave a comment

Trending