ગાંધીધામમાં બ્રહ્માકુમારી દ્વારા બે દિવસ શિવાની દીદીના સેમિનારનું આયોજન

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા કચ્છમિત્રના સહયોગથી ગાંધીધામ ખાતે આગામી તા. 13ના સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા શિવાની દીદીનાં વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા. 14ના પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ સન્માન પ્રાપ્ત કરનારા ટીવી શો અવેકનિંગ વિથ બ્રહ્માકુમારી ફેમ શિવાની દીદીના સેમિનારનું આંબેડકર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

લોકો વધુ ને વધુ આ તકનો લાભ લઈને પોતાનું જીવન સરળ અને સફળ બનાવે તે હેતુથી આ નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અંગે વધુ વિગતો આપતાં હર્ષાબેને જણાવ્યું હતું કે,  શિવાની દીદીના મુખથી જે વાત નીકળે છે, પરમાત્માની પ્રેરણાથી થઈ રહ્યુyંછે. આજે પરિવાર, વ્યવસાય કે કચેરી હોય દરેક સ્થળે સંબંધોમાં ખટરાગ છે. સંબંધોમાં સામંજસ્ય ન હોવાનાં કારણે મનમાં બ્લોકેજ થઈ જાય છે.

આજે એક જ દિવસમાં લગ્ન તૂટી જવાના બનાવો બન્યા છે, ત્યારે આવતીકાલના સેમિનારમાં વકતા દ્વારા સંબંધોમાં મધુરતા વિશે વકતવ્ય આપશે. આ ઉપરાંત બીજા દિવસે તા. 14ના હોટેલ રેડિશન ખાતે વી.આઈ.પી. માટે સવારે 10.30 કલાકે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવાની દીદી ખુશી કા પાસવર્ડ મન કા રિમોટ વિશે વકતવ્ય આપશે. ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે, પરંતુ નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે.

ભારતીબેને તા. 17થી તા. 19 સુધી સવારે અને સાંજે 7થી 8 વાગ્યા સુધી શિબિરનાં આયોજન અંગે માહિતી આપી હતી. મીનાબેને સંસ્થાનો પરિચય આપ્યો હતો. ડી..કે. અગ્રવાલે શિવાની દીદીના કાર્યક્રમ માટે ત્રણ વર્ષથી પ્રયાસ ચાલતા હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ હર્ષાબેન, સંગીતાબેન,  ભગવાનભાઈ, બાબુભાઈ, સુનીલ ભાઈ, હેપ્પીભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending