અદાણી મેડિ. કોલેજના ૬ વિદ્યાર્થીઓને કરછ યુનિ. આયોજિત ૧૮માં યુવા મહોત્સવમાં મળ્યા ૫ મેડલ

અદાણી મેડિકલ કોલેજની જુદી જુદી બેચના છ તબીબી વિદ્યાર્થીઓએ આદિપુર ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી આયોજિત ૧૮માં યુવા મહોત્સવમાં વિવિધ ૧૧ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જે પૈકી ૪ ઇવેન્ટમાં ૬ સ્ટુડન્ટ્સએ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

આ યુવા મહોત્સવમાં ઋત્વી પટેલ,નિહાર ગૌર અને અનુમેહા રાવને ઇન્સ્ટોલેસનમાં ગોલ્ડ અને ઐસાની સારસ્વતને લાઈટ વોકલ અને વેસ્ટર્ન વોકલમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો, જ્યારે પોસ્ટર રચનામાં નિહારને વધુ એક સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો.આ ઉપરાંત ડિબેટમાં હર્ષ દેત્રોજા અને જીયા ત્રિવેદી બ્રોન્ઝ માટે હકદાર બન્યા હતા. એમ કોર્ડીનેટર શિલ્પા સૂપેકરએ જણાવ્યું  હતું.

સતત અભ્યાસ વચ્ચે પણ ઈતર પ્રવર્તી માટે રસ દર્શાવનાર તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ડીન ડો.એ.એન.ઘોષ તેમજ ચીફ મેડિકલ સુપ્રિ.ડૉ.નરેન્દ્ર હિરાણીએ અભિનંદન આપ્યા હતા.

Leave a comment

Trending