ભારતની મેજબાનીમાં યોજાયેલી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20 સંમેલન આજે દિલ્લીના દ્વારકામાં બનેલા નવા કન્વેશન સેન્ટર યશોભૂમિમાં યોજાયું છે. આ સંમેલન બે દિવસીય સંમેલનની શરુઆતમાં આજે વડાપ્રધાન મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ સમિટ એક વિશ્વભરની વિવિધ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. આ સંમેલન આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે કારણ કે સમૃદ્ધ લોકતાંત્રિક દેશો અનુભવો સાથે ભારત આવી રહ્યા છે.
ઈઝરાયેલ-હમાસના યુદ્ધની સ્થિતિ વિષે કરી વાત
ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વિષે નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયાના અલગ-અલગ ખૂણામાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી કોઈ પણ અજાણ નથી. આજે વિશ્વ સંઘર્ષને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે. આ બધા માટે નુકશાનકાર છે. આ સમય શાંતિ અને ભાઈચારાનો સમય છે. આ સંઘર્ષના સમયમાં સાથે મળીને આગળ વધવું જોઈએ. આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે. આપણે વૈશ્વિક વિશ્વાસની કટોકટીને દૂર કરવી પડશે અને માનવ-કેન્દ્રિત વિચારસરણી પર આગળ વધવું પડશે. આપણે one earth one family one future સાથે વિશ્વને આગળ વધારવું જોઈએ.
ભારતમાં સંસદીય પ્રક્રિયાઓમાં લોકોને અતૂટ વિશ્વાસ : PM મોદી
PM મોદીએ કહ્યું કે, ભારતમાં આપણે સામાન્ય ચૂંટણીને સૌથી મોટો તહેવાર માનીએ છીએ. 1947 માં આઝાદી પછી, ભારતમાં 17 સામાન્ય ચૂંટણીઓ અને 300 થી વધુ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે. ભારત માત્ર વિશ્વની સૌથી મોટી ચૂંટણીઓ જ નહિ, પરંતુ તેમાં લોકોની ભાગીદારીને પણ વધારી રહ્યું છે. 2019ની સામાન્ય ચૂંટણી ઇતિહાસની સૌથી મોટી લોક કવાયત સાબિત થઇ હતી. જેમાં 60 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. ત્યારે ભારતમાં 91 કરોડ નોંધાયેલા મતદારો હતા, જે સમગ્ર યુરોપની કુલ વસ્તી કરતા વધુ છે. આ દર્શાવે છે કે ભારતમાં સંસદીય પ્રક્રિયાઓમાં લોકોને કેટલો વિશ્વાસ છે.






Leave a comment