ભારતીય સાઈબર સુરક્ષા એજન્સીની ગૂગલ ક્રોમમાં સુરક્ષા મુદ્દે ચેતવણી

થોડા દિવસ પહેલાં ગૂગલે વેબ બ્રાઉઝર ક્રોમમાં અપડેટ આપ્યું હતું

ભારતની સાઈબર સુરક્ષા એજન્સી કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સર્ન-ઈન)ની વેબસાઈટ પર ગૂગલ ક્રોમના યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે ગૂગલ ક્રોમમાં યુઝર્સની સુરક્ષામાં ગરબડ રહી ગઈ હોવાથી હેકર્સ નિશાન બનાવી શકે છે અને વિવિધ પ્રકારના ડેટાની તફડંચી થઈ શકે છે. ગૂગલ ક્રોમે હજુ થોડા દિવસ પહેલાં જ યુઝર્સને લેટેસ્ટ અપડેટ આપ્યું હતું. એ પછી આ ચેતવણી અપાઈ છે.

ભારતીય સાઈબર સુરક્ષા એજન્સી સર્ન-ઈનના કહેવા પ્રમાણે ગૂગલ ક્રોમમાં યુઝર્સની સુરક્ષા જોખમાઈ તેવી પૂરી શક્યતા છે. એકથી વધુ પ્રકારના ડેટા તફડંચીનો ખતરો ક્રોમના યુઝર્સ પર મંડરાઈ રહ્યો છે. સર્ન-ઈનના પરીક્ષણમાં જણાયું કે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરમાં કેટલીક ખામી રહી ગઈ છે અને એમાં વિવિધ પ્રકારના ડેટા પર જોખમ છે. હેકર્સ કોડિંગમાં ફેરફાર કરીને ક્રોમના યુઝર્સને નિશાન બનાવે એવી શક્યતા હોવાથી યુઝર્સે ડેટા સલામતી માટે સેટિંગ્સમાં ફેરફાર કરવો જોઈએ.

આઈટી મંત્રાલય હેઠળ કાર્યરત આ એજન્સીએ જ્યાં સુધી ગૂગલ ક્રોમનું નવું વર્ઝન સંપૂર્ણ સલામત ન થઈ જાય ત્યાં સુધી જૂના વર્ઝનનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. ક્રોમનું યોગ્ય વર્ઝન ગૂગલ ક્રોમની સત્તાવાર વેબસાઈટમાંથી એક્સપર્ટ્સની સલાહ પ્રમાણે અપલોડ કરવાની સલાહ અપાઈ છે. ગૂગલે ક્રોમ ૧૧૮ વર્લ્ડવાઈડ અપડેટ કર્યું હતું. એમાં એઆઈથી સજ્જ ટૂલ્સ અપાયા હોવાનો કંપનીએ દાવો કર્યો હતો અને આ અપડેટથી વેબ બ્રાઉઝરનો એક્સપિરિયન્સ બદલાઈ જશે એવું પણ કહેવાયું હતું.

Leave a comment

Trending