ઈઝરાયલ અને ગાઝા પટ્ટીના (Israel vs Gaza War) સંચાલક અને આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઓપરેશન અજય હેઠળ ભારતે આપણા નાગરિકોને વતન પરત લાવવા માટે ઓપરેશન અજયની (Operation Ajay) શરૂઆત કરી દીધી છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ અભિયાન હેઠળ બીજી સફળતા મળી અને બીજું વિમાન 235 ભારતીયો સાથે હવે ભારત આવી પહોંચ્યું છે.
કુલ 447 ભારતીયોની વાપસી થઈ
માહિતી અનુસાર અત્યાર સુધીમાં કુલ 447 ભારતીયોને ઈઝરાયલથી સુરક્ષિત ભારત લાવવામાં સફળતા મળી છે. આ વિમાને શુક્રવારે રાતે 11 વાગ્યે ઉડાન ભરી હતી. ઈઝરાયલમાં હાલમાં પણ 18000 નાગરિકો રહે છે તેવી માહિતી છે.
પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયો વતન પરત થયા હતા
અગાઉ ઈઝરાયલથી ભારતીય નાગરિકોની વાપસીની સુવિધા માટે પ્રથમ ચાર્ટર ફ્લાઈટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટ પરથી ભારત માટે રવાના થઇ હતી અને શુક્રવારે સવારે ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી જેમાં 212 ભારતીયો સુરક્ષિત પરત આવ્યા હતા.






Leave a comment