ભુજ લોહાણા મહાજન દ્વારા નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) ભુજ લોહાણા મહાજન વાડી ખાતે મિટિંગ, કોન્ફરન્સ હોલ વિ.ના આયોજન માટે શેઠ રસિકલાલ કરશનદાસ કતિરા કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉ.પ્ર. ઘનશ્યામભાઇ ઠક્કર તથા દાતા પરિવારના હસ્તે કરાયું હતું.
ઉદ્ઘાટન સમારંભમાં દાતા પરિવારના ઇલાબેન રસિકલાલ કતિરા, જીમી રસિકલાલ કતિરા, રમેશભાઇ કરશનદાસ કતિરા, રવીલાલભાઈ કરશનદાસ કતિરા, હરેશભાઇ કરશનદાસ કતિરા, દેવેન્દ્રભાઇ કરશનદાસ કતિરા તથા પરિવારજનોના હસ્તે નવનિર્મિત હોલને ખુલ્લો મૂકાયો હતો. કોન્ફરન્સ હોલ આધુનિક સુવિધાથી સજ્જ બનાવાયો છે, જેનો સંપૂર્ણ ખર્ચ કતિરા પરિવાર દ્વારા અપાયો છે. આ અવસરે પ્રમુખ મુકેશભાઇ ચંદેએ દાતાના યોગદાનને બિરદાવતાં જણાવ્યું કે, દાતા રસિક કરશનદાસ કતિરાના પરિવારનું યોગદાન હરહંમેશ ભુજ લોહાણા મહાજનના વિવિધ પ્રોજેક્ટોમાં મળતું રહ્યું છે.
મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરે દાતા પરિવારના સહયોગને બિરદાવ્યો હતો. આ અવસરે દાતા પરિવારના સભ્યોનું સન્માન મહાજનના પદાધિકારીઓના હસ્તે કરાયું હતું. સંચાલન મંત્રી હિતેષભાઇ ઠક્કરે તથા આભારવિધિ ખજાનચી મૂળરાજભાઇ ઠક્કરે કરી હતી. કોન્ફરન્સ હોલના નિર્માણ કાર્યમાં પ્રોજેક્ટ ચેરમેન ગિરધરભાઇ ઠક્કર, સહમંત્રી સંજયભાઈ ઠકકર, ડો. પ્રફુલાબેન કોટક, વિરાગભાઇ શેઠ વિ.એ સહયોગ આપ્યો હતો. સમારંભમાં દાતા પરિવાર ઉપરાંત ભુજ લોહાણા મહાજનના કારોબારી સભ્યો, અગ્રણી જ્ઞાતિજનો, મહિલાશ્રમના પ્રમુખ હર્ષદભાઇ ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન કોઠારી, યુવા મંડળના પ્રમુખ જિગરભાઇ કોટક વિ. ઉપસ્થિત રહ્યા હતા.






Leave a comment