ભુજ શહેરમાં થયેલી ત્રણ ત્રણ ઘરફોડ ચોરીને અંજામ આપનાર નેપાળના ત્રણ યુવકોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ત્રણ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. તસ્કરોના કબજામાંથી રોકડ રૃપિયા, વિદેશી ચલણની નોટ, ચાંદીના દાગીના, મોબાઇલ અને ચોરીના ઉપયોગમાં લીધેલા ઓજારો તાથા એક ટુવ્હીલર સહિત ૬૮,૫૪૦નો મુદમાલ કબજે કર્યો હતો.
ભુજમાં ગોવાળ શેરીમાં આવેલા બંધ ઘરમાંથી રોકડ રૃપિયા ૭૨ હજારની ચોરી થઇ હતી. જેમાં એ ડિવિઝન પોલીસની ટીમે સૃથળ પરના તેમજ નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ રૃમના સીસીટીવી કેમેરાના માધ્યમાથી તસ્કરોની ઓળખ મેળવી ભુજના કંસારા બજારમાં ટુવ્હીલર પર ત્રીપલ સવારીમાં જતા મુળ નેપાળના જગત ઉર્ફે જલે લાલબહાદુર ઉર્ફે શેરસિંગ સોની (ઉ.વ.૩૨), ગોપેન્દ્ર બહાદુર ઉર્ફે ગોપી ઉર્ફે દિપક શાહી (ઉ.વ.૨૮) રહે ભાનુશાલીનગર ધંધો ગાડી ધોવાનો, બિનોદ ઉર્ફે વિનોદ નંદબહાદુર શાહી (ઉ.વ.૩૫) રહે આદીપુર નામના ત્રણ નેપાળી શખ્સોને પકડી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં તેમણે ગોવાળ શેરીમાં બંધ ઘરમાંથી ચોરી અને ભુજના ભાનુશાલી નગર સિૃથત ટપકેશ્વરી એપાર્ટમેન્ટમાં અને અન્ય એજ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.
એ ડિવિઝન પોલીસે આરોપીઓના કબજામાંથી રોકડા રૃપિયા ૨૨,૩૯૦, રૃપિયા ૫ હજારના ચાંદીના વાટકા-ચમચી, વિદેશી ચલણની ૬ નોટ, કટર,લોખડની કૌસ,ડીસમીશ, એક ટુવ્હીલર કિંમત રૃપિયા ૨૦ હજાર, ૫ હજારનું ચાંદીનું બિસ્કિટ, ચાંદીનો સિક્કો, તાથા ૧૫,૫૦૦ના ચાર મોબાઇલ મળી કુલે રૃપિયા ૬૮,૫૪૦નો મુદમાલ કબજે કરી વાધુ તપાસ હાથ ધરી છે.






Leave a comment