નાણા મંત્રાલયે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા પર ચિંતા વ્યક્ત કરી

– જો આવું થશે તો અન્ય દેશોના બજારો પર પડી શકે છે તેની અસર

નાણા મંત્રાલય દ્વારા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાણા મંત્રાલયના આર્થિક વિભાગે સપ્ટેમ્બર મહિના માટેનો માસિક ઇકોનોમિક રીવ્યુ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ સાથે વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની સંભાવના

નાણા મંત્રાલયે પોતાના રિપોર્ટમાં કહ્યું કે જો સ્થિતિ આવી જ રહી તો ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે. રિપોર્ટમાં અમેરિકન શેરબજારમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આવું થાય તો અન્ય દેશોના બજારો પર તેની અસર પડી શકે છે. નાણા મંત્રાલયના અહેવાલ મુજબ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિના કારણે જોખમ વધી ગયું છે અને જો આ જોખમ વધશે તો તેની અસર અન્ય દેશોની સાથે ભારતની ઇકોનિમિક એક્ટીવીટી પર પણ જોવા મળી શકે છે.

ભારત પર પડી શકે છે અસર

નાણા મંત્રાલયે માસિક ઇકોનિમિક રિપોર્ટમાં તેના આઉટલુકમાં જણાવ્યું હતું કે US ટ્રેઝરીના સપ્લાય અને US ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિના કારણે નાણાકીય સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. હાલમાં અમેરિકન શેરબજારમાં ઉછાળાને બદલે ઘટાડાનો વધુ ભય જણાય છે. જો આમ થશે તો તેની અસર અન્ય દેશોના શેરબજારો પર પણ પડી શકે છે. નાણા મંત્રાલયે તેના અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં અસ્વસ્થતાને કારણે વૈશ્વિક જોખમો વધી શકે છે અને જો આ જોખમ વધે તો તેની અસર ભારત સહિત વિવિધ દેશોની ઇકોનિમિક એક્ટીવીટી પર પડી શકે છે.

ફુગાવામાં ઘટાડો

નાણા મંત્રાલયે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ઘટી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા બે મહિનામાં મોંઘવારી દરમાં થયેલો વધારો અસ્થાયી હતો.

એશિયન પેરા ગેમ્સમાં ભારતની સિલ્વર મેડલ સાથે શરૂઆત

એશિયન પેરા ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉમાં શરૂ થઈ ગઈ છે અને ભારતે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતની પ્રાચી યાદવે મહિલા VL2 કેટેગરીની કેનોઇંગમાં પ્રથમ મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારત(India Won Gold Medal In Asian Para Games 2023)ના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે. શૈલેષ કુમારે ભારતને હાઈ ઝમ્પમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ભારતના ખાતામાં 2 ગોલ્ડ

શૈલેશ કુમારે પુરુષોની હાઈ ઝમ્પની T63 કેટેગરી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં મરિયપ્પન થન્ગાવેલુને સિલ્વર મેડલ મળ્યો હતો. આ ઉપરાંત મેન્સ ક્લબ થ્રો F-51 કેટેગરીમાં ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પ્રણવ સૂરમાને ગોલ્ડ મેડલ, ધરમબીરને સિલ્વર મેડલ અને અમિત સરોહાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ભારતનો લક્ષ્ય 100 મેડલ

ભારતનો એશિયન પેરા ગેમ્સ 2023માં પણ 100 મેડલ જીતવાનું લક્ષ્ય રહેશે, કારણ કે એશિયન પેરા ગેમ્સ 2018માં ભારતે કુલ 72 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આ વખતે એશિયન પેરા ગેમ્સ 2023માં 54 ભારતીય એથ્લીટમાંથી 51 એવા છે જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો.

Leave a comment

Trending