– મહુઆ મોઈત્રા મામલે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું, આ મામલે સંસદના ઉચ્ચ ફોરમે તપાસ કરવી જોઈએ
– ભાજપ સાંસદે લોકપાલને પત્ર લખી મોઈત્રા પર લગાવ્યો હતો રૂપિયા 2 કરોડની લાંચ લેવાનો આરોપ
લોકસભા (Parliament)માં સવાલ પુછવા માટે કેશ અને ગિફ્ટ લેવાના આરોપોથી ઘેરાયેલ TMC સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra)ની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે આ મામલે ટીએમસીનું મોટું નિવેદન સામે આવ્યા બાદ મોઈત્રા એકલી પડી રહી છે. આ મામલે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (Trinamool Congress Party)ની પુછપરછ બાદ મોઈત્રાએ સંપૂર્ણ માહિતી આપી, ત્યારબાદ ટીએમસીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આ મામલો ચૂંટાયેલા સાંસદનો છે, તેથી આ મામલે સંસદના ઉચ્ચ ફોરમે તપાસ કરવી જોઈએ. અગાઉ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે (Kunal Ghosh) આ મામલાથી દુર રહી કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’ બ્રાયને (Derek O Brien) આજે મહુઆ મોઈત્રા વિરુદ્ધ આરોપો પર કહ્યું કે, આ મામલાની તપાસ સંસદના યોગ્ય મંચ દ્વારા કરાવવી જોઈએ. ડેરેકે કહ્યું કે, પાર્ટીએ મોઈત્રાને આક્ષેપો અંગે યોગ્ય જવાબ આપવા સલાહ આપી હતી. બ્રાયને કહ્યું કે, અમે મીડિયામાં આવેલા અહેવાલો પર નોંધ લીધી છે. પાર્ટી નેતૃત્વએ સંબંધિત સભ્યને પોતાના પર લાગેલા આરોપો અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા સલાહ આપી છે. જોકે આ મામલો ચૂંટાયેલ સાંસદ સાથે જોડાયેલો છે, તેથી આ મામલે સંસદની યોગ્ય મંચ દ્વારા તપાસ કરાવવી જોઈએ, ત્યારબાદ પાર્ટી યોગ્ય નિર્ણય લેશે.
ભાજપના સાંસદે મોઈત્રા પર લગાવ્યો હતો આરોપ
ઉલ્લેખનિય છે કે, BJP સાંસદ નિશિકાંત દુબે (Nishikant Dubey)એ મોઈત્રા પર સવાલ પુછવાના બદલે કેશ અને ગિફ્ટ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ મામલે લોકસભા અધ્યક્ષને પણ લખી મોઈત્રા સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી, ત્યારબાદ તેમણે લોકપાલને પત્ર લખી મોઈત્રા વિરુદ્ધ તપાસ કરાવવા માંગ કરી છે. તેમણે દાવો કરતા કહ્યું કે, કૃષ્ણાનગરની તૃણમૂલ સાંસદે ક્યારે અને ક્યાં લાંચ લીધી, તેની તમામ માહિતી તેમની પાસે છે. એટલું જ નહીં ભાજપ સાંસદે દાવો કર્યો કે, તેમણે લાંચની રકમ લીધી છે.
નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, મને સુપ્રીમ કોર્ટના વકીલ જૉય અનંત દેહદ્રાઈનો એક પત્ર મળ્યો હતો, જેમાં તૃણમૂલ સાંસદ અંગે જાણકારી અપાઈ હતી. દુબેનો દાવો છે કે, તેમની પાસે મહુવા પર લાગેલા આરોપોના તમામ પુરાવા છે. લોકપાલને મોકલાયેલ પત્રમાં દુબેએ લખ્યું કે, ‘પત્રમાં દેહદ્રાઈએ વિગતવાર માહિતી આપી છે. સાંસદ મોઈત્રાએ હીરાનંદા (Hiranandani)ની પાસેથી લાંચ કેવી રીતે, ક્યારે અને ક્યાં લીધી હતી. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, મહુઆને હીરાનંદાની પાસેથી 2 કરોડ રૂપિયા રોકડ મળ્યા. ભાજપ સાંસદનો દાવો છે કે, સંસદમાં પ્રશ્ન પૂછવા માટે ભારતીય અને વિદેશી કરન્સીમાં લાંચ લીધી હતી.






Leave a comment