5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય

– ચૂંટણીની કામગીરી પર ECની બાજ નગર, રાજકીય પક્ષો પણ પુરજોશમાં પ્રચારમાં લાગ્યા

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી લઈને તમામ રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ જુદા જુદા રાજ્યોમાં જઈને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, તો ચૂંટણી પંચ (Election Commission) પણ શાંતિપૂર્ણ, કોઈપણ અવરોધ વિના ચૂંટણી યોજવા માટે સજ્જ થઈ ગયું છે, ત્યારે 5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આજે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો છે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે (Election Commission) આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં 7 નવેમ્બર, છત્તીસગઢ (Chhattisgarh)માં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાન (Rajasthan)માં 23 નવેમ્બર, તેલંગણા (Telangana)માં 30 નવેમ્બરે અને મિઝોરમ (Mizoram)માં 7 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.

આ અગાઉ ચૂંટણી પંચે ‘મેન્યૂ અને રેટ’ જારી કર્યું હતું

આ અગાઉ ચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં ખર્ચ થનાર સામગ્રીની કિંમત અંગેની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચા, કોફી, સમોસા, રસગુલ્લા, આઈસ્ક્રીમ સહિત પ્રત્યેક પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ઉમેદવારોના એકાઉન્ટમાં જોડવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ચૂંટણી પંચના રેટ લિસ્ટ મુજબ જ ઉમેદવારોના ખર્ચનું આંકલન કરશે. ઉમેદવારોના ખર્ચની મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરાશે. ઉપરાંત પંચે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર સામાનની પણ લીસ્ટ તૈયાર કરી છે.

રેટ લિસ્ટ મુજબ પ્રતિ દિવસ એક પ્લાસ્ટિકની ખુરશીના 5 રૂપિયા, પાઈપની ખુરશીના 3 રૂપિયા, વીઆઈપી ખુરશીના 105 રૂપિયા, લાકડાના ટેબલના 53 રૂપિયા, ટ્યૂબલાઈટ 10 રૂપિયા, હૈલોજન 500 વૉટ 42 રૂપિયા, 1000 વૉટના 74 રૂપિયા, વીઆઈપી સોફાસેટનો ખર્ચો 630 રૂપિયા, પ્રતિ કિલો કેરી રૂ.63, કેળું રૂ.21, સેવ રૂ.84, દ્રાક્ષ રૂ.84, આરઓ પાણીની કેન 20 લીટરની 20 રૂપિયા, કોલ્ડ ડ્રિક્સ અને આઈસ્ક્રીમ MRP મુજબ, શેરડીના રસના (નાનો ગ્લાસ) રૂ.10, જમવાની પ્રતિ પ્લેટના રૂ.71, પ્લાસ્ટિકના ઝંડાના રૂ.2, કપડાના ઝંડાના રૂ.11, નાના સ્ટીકરના રૂ.5, પોસ્ટ રૂ.11, પ્રતિ ફૂટ કટ આઉટ વુડન, કપડા અને પ્લાસ્ટિકના રૂ.53, હોર્ડિંગના રૂ.53, પેમ્પલેટ (પ્રતિ હજાર)ના રૂ.525, પ્રતિ દિવસ 5 સીટર કારનું ભાડું 2625 અથવા 3675 રૂપિયા, મિની બસ 20 સીટર 6300 રૂપિયા, 35 સીટર બસનું ભાડું 8400 રૂપિયા, ટેમ્પો 1260 રૂપિયા, વીડિયો વેન 5250 રૂપિયા, પ્રતિદિવસ ડ્રાઈવર મજુરી 630 રૂપિયા, ચા રૂ.5, કોફી રૂ.13, સમોસા રૂ.12, રસગુલ્લા પ્રતિ કિલો રૂ.210 મુજબ ઉમેદવારના એકાઉન્ટમાં જોડાશે.

Leave a comment

Trending