– મારા ગામમાં આરોગ્ય કેમ્પ વિશે અહેવાલ લેખન સ્પર્ધા યોજાઈ
અદાણી સ્કીલ ડેવલપમેન્ટ, ભુજ દ્વારા નવરાત્રી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખબારો માટે અહેવાલ લેખન સ્પર્ધા, ગરબા શણગાર સ્પર્ધા, પરંપરાગત વેશભૂષા હરિફાઇ, બેસ્ટ ગરબા પ્લેયરનો સમાવેશ થાય છે.
અખબારો માટે અહેવાલ લેખન સ્પર્ધામાં ૨૦ તાલીમાર્થીઓએ ભાગ લઇ ‘મારા ગામમાં યોજાયેલ મેડિકલ કેમ્પ’ વિષય ઉપર રિપોર્ટિંગ કર્યું હતું. જેમાં નિલેશ ગરવા, ડિમ્પલ સામળીયા અને અલકાબેન જોતયાણા અનુક્રમે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત પરંપરાગત વેશભૂષા હરિફાઇમાં પુરુષ વિભાગમાં અશોક ડાંગર અને બહેનોમાં દિવ્યા ગોસ્વામીએ સુંદર આકર્ષણ જમાવ્યું હતું. તે જ રીતે રસીલા મેરીયા, નિલેશ ગરવા પ્રથમ અને દ્વિતીય ક્રમાંક તથા મેરીન સુમરા અને ઇતેશા આહિરે ગરબા રમવામાં તૃતીય ક્રમાંકે શ્રેષ્ઠ ખેલૈયા સાબિત થયા હતા. આ સ્પર્ધા માટે માધાપર કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય નેહાબેન મહેતા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. જ્યારે ગરબા શણગાર સ્પર્ધામાં રાજ રાઠોડ, ઇતિશા આહિર અને અશોક ડાંગરે પ્રથમ ત્રણ ક્રમાંક હાંસલ કર્યા હતા જેમાં સુફ ભરતના કારીગર દિપ્તી રાઠોડે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.






Leave a comment