– સ્કિલને જમાના પ્રમાણે અપડેટ કરતા રહેવાથી કાર્યમાં નિખાર આવશે
અદાણી સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ ભુજ અંતર્ગત ચાલતા વ્યવસાયલક્ષી સ્કિલ વર્ગોની બેચના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ પ્રસંગે વક્તાઓએ દીક્ષા સમારંભમાં શીખ આપતા કહ્યું કે,સ્કિલને જમાના પ્રમાણે અપડેટ કરતા રહેવાથી કાર્યમાં નિખાર આવશે.
અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા હરિભાઈ હીરાભાઈ જાટિયાના અધ્યક્ષ સ્થાને અને ઉદ્યોગપતિ તથા કચ્છના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માવજીભાઈ પી. ગુંસાઈના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. પ્રમાણપત્ર વિતરણ કરતાં તેમણે કહ્યુંકે,હરીફાઈ અને વ્યવસાયલક્ષી આ યુગમાં સ્કિલને સતત અપડેટ કરતા રહેવાથી કોઈપણ પડકારનો સામનો કરી શકાય છે.
પ્રારંભમાં અદાણી સ્કિલ ડેવ.ભુજ સેન્ટરના કોર્ડિંનેટર ડો.પૂર્વી ગોસ્વામીએ આવકાર પ્રવચનમાં સંસ્થાનો પરિચય આપ્યો હતો.
સ્ટેજના જાણીતા કલાકાર અને મુખ્ય વક્તા કપિલ ગોસ્વામીએ જણાવ્યું કે, જાતનું સતત આત્મ નિરીક્ષણ કરતા રહેવાથી, પોતાનામાં રહેલી પ્રતિભાને ઓળખી શકાય છે અને તેને જરૂરી તાલીમ સાથે સજ્જ કરી, સારી રીતે કામ કરવા કેળવી શકાય છે. કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી ડિમ્પલ શામળિયાએ અને અશોક ડાંગરે કર્યું હતું.






Leave a comment