જી.કે.જન.અદાણી હોસ્પિ.નો ડાયટ વિભાગ માધાપર પં.પ્રા.કન્યા શાળાની દીકરીઓ માટે સ્વસ્થ આહાર પ્રોજેક્ટની તૈયારી માટે થયું મદદરૂપ

બાળકોના આહાર, આરોગ્ય અને સુખાકારી માટે માધાપર કન્યા શાળાની પહેલ

બાળકોના લંચબોક્ષમાં પૌષ્ટિક નાસ્તો હોય તો    તન-મન સ્વસ્થ બને સાથે ભણવામાં જીવ લાગે. શાળાએ જતા બાળકોના લંચ બોક્ષમાં પોષક તત્વોથી ભરપૂર નાસ્તો સામેલ કરાય તો તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને સાથે ભણતરમાં પણ મન લાગે એમ, જી. કે.જનરલ અદાણી  હોસ્પિટલના ડાયેટ વિભાગે બાળકોના આહાર માટે માધાપર કન્યા શાળાએ કરેલી પહેલના પૂછપરછ સંદર્ભમાં જણાવ્યું હતું.

ભુજની ભાગોળે આવેલી માધાપર પંચાયતી પ્રાથમિક કન્યા શાળા દ્વારા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોના આહાર, આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા તેમજ વિદ્યાર્થીઓને લંચબોક્ષમાં આરોગ્યપ્રદ આહાર લાવતા કરવા અને તેમના વાલીઓ પણ આ હકીકત થી વાકેફ થાય તે માટે  જી. કે. જનરલ હોસ્પિટલના ડાયેટ વિભાગની મુલાકાત લઇ બાળકોના આરોગ્યપ્રદ આહાર વિષે માહિતી મેળવી હતી.

જી. કે. જનરલ હોસ્પિટલના આહાર નિષ્ણાત અનિલાબેન પરમારે, શાળાના આચાર્ય નેહાબેન મહેતાને આહાર અંગે માગૅદશૅન આપતા જણાવ્યું કે, બાળકોને નાસ્તામાં રોજે રોજ શું આપવું એ માતાઓ માટે મૂંઝવણ હોય છે. તેવા સંજોગોમાં મીલેટ જેવા જાડા ધાન્યના નાસ્તાની વાનગી પોષણક્ષમ હોય છે જેનો ઉપયોગ કરવો જોઈએ.

નાસ્તામાં જંકફુડ,પડિકાના નાસ્તા,વધુ ખાંડ વાળી જેલી કે કેન્ડી કરતાં બાજરી,મકાઈ, જવ જેવા અનાજની જુદી જુદી વાનગીની બનાવટ અંગે સૂચવ્યું હતું. તેમણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ,વિટામિન અને મિનરલ્સ નાસ્તાની વાનગીની રેસિપી સમજાવી હતી.

        જી.કે.જનરલ હોસ્પિટલમાંથી આહાર અંગે પ્રાપ્ત વિગતો ઉપરથી માધાપર પંચાયત પ્રાથમિક કન્યા શાળા પૌષ્ટિક આહાર ઉપર  એક  પ્રોજેક્ટ તૈયાર કરશે. દરેક કન્યાઓ પરસ્પર અને સમૂહમાં આરોગ્યપ્રદ નાસ્તાની સમજ આપશે અને તેમાં વાલીઓને પણ જોડી દીકરીઓ સ્વસ્થ નાસ્તો લેતી થાય તે માટે પ્રોત્સાહિત કરાશે.

Leave a comment

Trending