– બિઝનેસ એક્સલન્સ અંતર્ગત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિને નવો આકાર
આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ (AI) ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે દેશમાં પાવર ડેન્સિટીની વિશાળ શ્રેણીને હેન્ડલ કરી શકે તેવા ડેટા સેન્ટર્સ બનાવવાની જરૂર છે. તેવામાં અદાણી કનેક્સે બિઝનેસ એક્સલેન્સ અભિગમનો પ્રારંભ કર્યો છે. આ નવતર મોડેલ AdaniConneX ની વ્યૂહરચનાઓ અને વિઝનને વધુ વેગવાન અને બળવત્તર બનાવશે. ડેટા સેન્ટર સેવાઓના વિસ્તાર સાથે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવી એ મોડ્યુલની ખાસ વિશેષતા છે.
અદાણી કનેક્સ ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઈઝ્ડ ડેટા સેન્ટર સોલ્યુશન્સ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ગ્રાહક-કેન્દ્રિત સેવાઓની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી કંપનીએ અદ્યતન બિઝનેસ એક્સેલન્સ મોડ્યુલ અપનાવ્યું છે. ડેટા સેન્ટર્સના કેટલાક સર્વર્સ મહત્વપૂર્ણ માહિતી સંગ્રહિત કરે છે. બિઝનેસ એક્સેલન્સ ફ્રેમવર્ક અને મોડ્યુલ્સનો ઉપયોગ કરીને તેમાં સતત વૃદ્ધિ માટે ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યો છે.
બિઝનેસ એક્સલેન્સ અંતર્ગત ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ઓળખી કસ્ટમાઇઝ્ડ ડેટા સેન્ટર સોલ્યુશન્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં એકંદર કામગીરીને વધારવા સુવ્યવસ્થિત મૂલ્યાંકન, બેન્ચમાર્કિંગ અને ઑપ્ટિમાઇઝેશનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ક્લાઉડ અનુકૂલન અને વ્યાપક ડિજિટાઇઝેશન પરિણામે ભારતમાં ડેટા સેન્ટર્સમાં મોટા પાયે વૃદ્ધિ થઈ છે.
અદાણી બિઝનેસ એક્સેલન્સ ફ્રેમવર્ક દ્વારા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિને નવો આકાર આપવાના મિશનમાં અગ્રેસર છે. ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન્સની પ્રતિબદ્ધતામાં મોખરે રહેવા અદાણી બિઝનેસ એક્સેલન્સ મોડ્યુલ પાયાનો પથ્થર બની રહેશે. અદાણી કનેક્સ બિઝનેસ શ્રેષ્ઠતાની સાથોસાથ ડેટા સેન્ટર સોલ્યુશન્સની દુનિયામાં નવા ધોરણો સ્થાપિત કરી અસાધારણ સેવાઓ પહોંચાડવા અડીખમ છે.
સતત વધતી અને વિકસતી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયામાં આપણે વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી ચાલવુ અત્યંત આવશ્યક છે. અદાણી કનેક્સ ભવિષ્ય માટે સુરક્ષિત અને ટકાઉ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપ 2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉભી કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે અદાણી કનેક્સ –આગામી 10 વર્ષમાં 1000 મેગાવોટ ડેટા સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે.






Leave a comment