સિંધના જિલ્લાઓમાં અફઘાન નાગરિકોની ધરપકડ શરૂ

અનેક સમસ્યાઅોનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હૈયે કરેલા હાથે વાગી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના ઠેક-ઠેકાણે વસેલા અફઘાન રેફ્યુજીઅોને દેશ છોડી દેવા અાદેશ અાપી દીધા છે. ચોંકાવનારી વાત અે બહાર અાવી છે કે સિંધમાં કચ્છ સરહદ પાસે પણ અનેક જિલ્લાઅોમાં વસેલા અફઘાનીઅોને પાકિસ્તાની અેજન્સીઅોઅે ઘરપકડ શરૂ કરી છે. કચ્છ સરહદે અફઘાની શરણાર્થીઓને વસાવાયા ક્યારે ? વસાવાયા તો તે પાછળ નો ઉદેશ્ય શો હોઇ શકે એ સમજી શકાય તેવી બાબત છે. જો આઝાદી બાદ કાશ્મીરમાં કબાઇલીઓને ઉતારતા ન અચકાયેલુ પાકિસ્તાન કચ્છ સરહદે પહોંચેલા આ અફઘાનીઓનો ઉપયોગ જ કરવાનો હતો તે દિવા જેવી સ્પષ્ટ વાત છે.

અાઝાદી બાદ કાશ્મીરની સરહદે પાકિસ્તાને કબાલી લોકોને ઉકસાવી હુમલો કરાવ્યો હતો. તે પાકિસ્તાન હવે ખદુ અનેક સમસ્યાઅોથી ઘેરાયેલુ છે. પાકિસ્તાને અનેક વિસ્તારોમાં અફઘાન નાગરિકોને વસાવ્યા છે. અંદાજે 17 લાખ જેટલા અફઘાન રેફ્યુજીને પાકિસ્તાને તાત્કાલિક દેશ છોડી દેવા ફરમાન કરી દીધુ છે. જેના પગલે મોટી સંખ્યામાં અફધાન લોકો પાકિસ્તાન છોડી જઇ રહ્યા છે. સિંધમાં પણ મોટી સંખ્યામાં અફઘાનીઅો વસેલા છે. વિવિધ ન્યુઝ રિપોર્ટસ પ્રમાણે કરાચીમાં રહેતા 112 ગેરકાયદે અફઘાન વસાહતીઓનો પ્રથમ કાફલો 4 પેસેન્જર બસો દ્વારા હાજી કેમ્પ હોલ્ડિંગ પોઈન્ટથી બલૂચિસ્તાનના ચમન માટે રવાના થયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં સ્થપાયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં 201 પુરુષો, 25 મહિલાઓ અને 36 બાળકો સહિત 262 લોકોને લાવવામાં આવ્યા છે. તો કચ્છને અડીને અાવેલા પાકિસ્તાનના સુજાવલ, બદીન અને થટ્ટામાં રહેતા ગેરકાયદે અફઘાન વસાહતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ગેરકાયદેસર અફઘાન પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારતની સીમાને અડીને આવેલ પાકિસ્તાનના સિંધ જિલ્લામાં એજન્સી દ્વારા અફઘાન નાગરીકોની ધરપકડથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

Leave a comment

Trending