અદાણી ટોટલ ગેસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો તેજ વિસ્તાર!

– સ્વચ્છ, સુરક્ષિત અને પોષણક્ષણ ઈંધણની માંગ સંતોષવામાં સિંહફાળો

સ્વચ્છ ઈંધણ માટે દેશની વધતી જતી આકાંક્ષાઓને પહોંચી વળવા અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. સૌથી વિશાળ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક ધરાવતી કંપનીઓમાંની એક ATGL ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કના વિસ્તારમાં ઝડપથી આગળ વધી રહી છે. પર્યાવરણ સુરક્ષા સાથે દેશની ઉર્જા સુરક્ષા અને જરૂરિયાતોને અનુરૂપ ઈલેક્ટ્રિક વાહનો (EV) ચાર્જિંગ, બાયોગેસ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)માં વૈવિધ્યીકરણ કરીને કંપની લાખો ઉપભોક્તાઓને પોષણક્ષમ અને સુરક્ષિત ઈંધણ પહોંચાડી રહી છે.

સીએનજીનો ભાવઘટાડો અને સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણના કારણે સીએનજી વોલ્યુમમાં વાર્ષિક 19% નો વધારો નોંધાયો છે. ATGL ઈ-મોબિલિટી અને બાયોમાસ બિઝનેસમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. હવે ઈ-મોબિલિટી બિઝનેસમાં ચાર્જિંગ પોઈન્ટ્સની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. કંપની ચાર્જિંગ પોઈન્ટ્સની સંખ્યા વધારીને 3000 સુધી પહોંચાવાડનો ટાર્ગેટ ધરાવે છે.

બાયોમાસ બિઝનેસની વાત કરીએ તો, તાજેતરમાં કંપનીને અમદાવાદમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW) આધારિત બાયોગેસ પ્રોજેક્ટ મળ્યો છે. સમગ્ર ભારતમાં કંપની આવા અન્ય પ્રોજેક્ટસ શરૂ કરવા અંગે વિચારણા કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તરપ્રદેશના બરસાનામાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટના પ્રથમ તબક્કાને શરૂ કરવાની નેમ ધરાવે છે.

ATGL 33 ભૌગોલિક વિસ્તારોમાં ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના દેશના પ્રયાસોમાં મુહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશની વધતી જતી સ્વચ્છ ઇંધણની માંગ અને જરૂરિયાતો માટે CNG સ્ટેશન નેટવર્ક તેમજ પાઇપલાઇન નેટવર્કના વિસ્તરણને ATGL તીવ્ર ગતિએ વેગ આપી રહ્યું છે.

ભારત 2030 સુધીમાં ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાનું લક્ષ્યાંક ધરાવે છે. ગેસ ઈંધણ પ્રવાહી ઇંધણ કરતાં ઓછું પ્રદૂષિત હોવાથી તેને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. આ મિશનમાં અદાણી ગેસ સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણમાં સિંહફાળો આપી રહ્યું છે.

Leave a comment

Trending