– ભારતને ફાઈટર જેટ એન્જિન અને MQ9 ડ્રોન આપવા અંગે પણ વાતચીત થશે
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ગુરુવારે મોડી રાત્રે ભારત પહોંચ્યા હતા. બ્લિંકન અહીં વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. બંને દેશોના મંત્રીઓ વચ્ચે 2+2 મીટિંગ ચાલી રહી છે.
અગાઉ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું- ભારત વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહેલો દેશ છે. શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે અમેરિકા ભારતને સમર્થન આપે છે. આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું – બ્લિંકનની મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપશે.
2+2 મીટિંગ 2018માં શરૂ થઈ
આ 5મી વખત છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મીટિંગ થઈ રહી છે. આ પહેલા ગુરુવારે અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન બેઠક માટે દિલ્હી પહોંચ્યા હતા. 2+2 સંવાદ 2018માં શરૂ થયો હતો. તેનો ધ્યેય ઈન્ડો-પેસિફિકમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાનો છે.
રોયટર્સ અનુસાર, એક ભારતીય અધિકારીએ કહ્યું કે બેઠક દરમિયાન સૌથી વધુ ધ્યાન ચીન અને ઈન્ડો-પેસિફિક પર રહેશે. આ સિવાય સંયુક્ત રીતે સંરક્ષણ ઉપકરણો બનાવવા પર પણ ચર્ચા થશે. આ સિવાય અમેરિકાથી ભારતને ફાઈટર જેટ એન્જિન અને MQ-9 ડ્રોન સપ્લાય કરવા અંગે પણ વાતચીત થશે. આ ઉપરાંત ભારતમાં ફાઈટર જેટ અને સેમિકન્ડક્ટરના એન્જિન બનાવવા જેવા મુદ્દાઓ પણ ચર્ચાનો વિષય બનશે.
રાજનાથ સિંહે કહ્યું- વૈશ્વિક પડકારો છતાં મિત્રતા આગળ વધી રહી છે
અમારી પાર્ટનરશિપ સ્થિર અને નિયમોથી ચાલતા ઇન્ડો-પેસેફિક ક્ષેત્ર માટે ખૂબ જ જરૂરી છે. 2+2 મીટિંગમાં અમે ક્રોસ-કટિંગ, રક્ષા સંબંધો અને ટેક્નોલોજી એન્ડ સપ્લાય ચેન કોલેબોરેશન પર મીટિંગ કરશે. બંને દેશો વચ્ચે ટ્રેડ 200 અબજ ડોલરથી વધારે છે. આજે 2.70 લાખ ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં ભણે છે.
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સપ્ટેમ્બરમાં G20 સમિટ માટે ભારત આવ્યા હતા. જૂનમાં પીએમ મોદી અમેરિકાની સરકારી મુલાકાતે ગયા હતા. ત્યારબાદ પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી.






Leave a comment