જી. કે. જન.અદાણી હોસ્પિટલને પણ રંગોળીથી સજાવઈ

તહેવારના દિવસોમાં કોઈપણ શુભ કાર્ય પહેલાં ઘરના આંગણામાં કે ચોકમાં અથવા તો સંસ્થાના પ્રવેશ દ્વાર પાસે રંગોળી બનાવવામાં આવે છે. મેડિકલ વિજ્ઞાન અને ધર્મ કહે છે કે, રંગોળી બનાવવાથી સકારાત્મક ઉર્જા નો પ્રવાહ ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પૌરાણિક યુગમાં દેવી-દેવતાઓના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવતી. રંગોળી માટે એવી પણ માન્યતા છે કે, જ્યારે ભગવાન શ્રી રામ લંકાથી રાવણનો વધ કરી અયોધ્યા સ્વઘરે પરત આવ્યા ત્યારે નગરજનોએ ઘરે ઘરે રંગોળી બનાવી  ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. જી.કે.જનરલ  હોસ્પિટલમાં પણ  પ્રવેશદ્વાર અને ખાસ કરીને બાજપાઈ ગેટ અને એડમીન એન.આઈ.સી.યુ. અને ઈ.એન.ટી. પાસે  રંગોળી બનાવવામાં આવી છે. રંગોળીને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે.

Leave a comment

Trending