કચ્છના પ્રવાસનધામો- યાત્રાધામ સહેલાણીયોથી ગુંજી ઉઠ્યા

કચ્છમાં હાલ પ્રવાસની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે. દિવાળી રજાઓના કારણે વાગડના ભચાઉ અને રાપરમાં પાટીદાર સમાજના લોકો બહારથી માદરે વતન આવી, પોતાના ધાર્મિક તહેવારો ઉજવી રહ્યા છે. જેને લઇ તાલુકા મથકોએ મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો કચ્છના પ્રસિદ્ધ ધોળાવીરા અને ધોરડોના સફેદ રણમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે જ્યારે માંડવી બીચ ખાતે પણ પ્રવાસીઓની ચહલપહલ વધી ગઈ છે. વાત કરવામાં આવે યાત્રાધામોની તો માતાનામઢમાં સતત દોઢ સપ્તાહથી ભાવિકોના ઘોડાપૂરથી ઉમટી રહ્યા છે.

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેવદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં નવા વર્ષના આરંભ સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ યાત્રિકોની સંખ્યાને લઈને અહીં નવરાત્રી જેવો માહોલ જામ્યો છે.તો બીજી તરફ ગુરુવારે વહેલી સવારથી જ માતાના મઢમાં ઠેક ઠેકાણે વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. હાઇવે માર્ગ મુખ્ય બજાર અને મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિકોને લઈને આ તીર્થધામ પણ આપણું પડ્યું હતું વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે તેમજ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ માટે બપોરે યાત્રિકોએ લાંબી કતારો લગાવી હતી.

અંદાજિત 50 હજાર કરતાં પણ વધુ માઈ ભક્તોએ માં આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા તો બીજી તરફ છેલ્લા ચાર દિવસથી અહીં આવેલા મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને અંદાજિત બે લાખ કરતા પણ વધુ લોકો અહીં આવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું નવા વર્ષના આરંભ સાથે મોટી સંખ્યામાં અહીં યાત્રિકો આવી પહોંચતા એના વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી હતી અહીં રાતવાસો માટે આવતા પ્રવાસીઓને કારણે અહીંના જાગીર ટ્રસ્ટ, તેમજ સમાજવાડી સહિતના સ્થળોએ હાઉસફુલ ના પાટીયા લાગેલા જોવા મળ્યા છે.

અત્રે ઉલ્લેખને છે કે ચાલુ વર્ષે અશ્વિન નવરાત્રી દરમિયાન આવેલા યાત્રિકો કરતાં પણ હાલમાં છેલ્લા ચાર દિવસથી અહીં અવિરત આવતા યાત્રિકોને પગલે નવરાત્રી કરતા પણ વધુ સંખ્યામાં લોકો અહીંમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે આવ્યા છે મંદિરના પૂજારી ગજુભા ચૌહાણ મંદિરના સ્ટાફ સાથે અહીં નવા વર્ષના આરંભ સાથે સુરતથી આવેલા સંજયભાઈ કુંભાણી તેમજ અન્ય બાર જેટલા યુવાનોને ટીમ અને વર્માનગર, પાનધ્રો યુવાનો અહીં સ્વયંસેવકની ખડે પગે સેવા આપી રહ્યા છે.

મઢ જાગીર ટ્રસ્ટના મેનેજર મયુર સિંહ જાડેજા તેમજ જાગીર ટ્રસ્ટનો સ્ટાફ પણ મંદિર પરિસર તેમજ અન્ન ક્ષેત્રમાં ખડે પગે સેવા આપી રહ્યો છે મોટી સંખ્યામાં અહીં ખાનગી વહાનો સાથે આવેલા લોકોને લઈને હાઇવે માર્ગ પર વાહનોની લાંબી કતારો સાથે પાર્કિંગ પ્લોટોમાં પણ મોટી સંખ્યામાં વહાનો જોવા મળ્યા હતા તો બીજી તરફ માતાના મઢ માં મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દયાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ. જાડેજા તેમજ પોલીસ સ્ટાફના જવાનો સાથે હોમગાર્ડ તેમજ જીઆઇડીના સભ્યો પણ ફરજ બજાવી રહ્યા છે લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ સાથે નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત, મુરચબાણ સહિતના ધાર્મિક સ્થાનોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસી યાત્રિકોની ભીડ જોવા મળી હતી.

Leave a comment

Trending