જૂનાગઢમાં યોજાનાર લીલી પરિક્રમાના અનુસંધાને જૂનાગઢ-કાંસીયાનેશ વચ્ચે 1 અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે 2 ટ્રેન દોડશે

જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા અંગે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ૨૩.૧૧.૨૦૨૩ થી ૨૭.૧૧.૨૦૨૩ સુધી મીટરગેજ સેકશનમાં જૂનાગઢ અને કાંસીયાનેશ વચ્ચે ૧  અને બ્રોડગેજમાં જૂનાગઢ-રાજકોટ વચ્ચે ૨ પરિક્રમા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

 ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ મીટરગેજ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન  જૂનાગઢ-કાંસીયાનેશ-જૂનાગઢ (૦૯૨૨૩/૦૯૨૨૪) જૂનાગઢથી કાંસિયાનેશ માટેની સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૧.૧૦ કલાકે ઉપડશે અને ૧૩.૨૦ કલાકે કાંસીયાનેશ પહોંચશે.  તેવી જ રીતે, કાંસીયાનેશથી જૂનાગઢ માટેની મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયાનેશથી ૧૩.૪૦ કલાકે ઉપડશે અને ૧૫.૫૦ કલાકે જૂનાગઢ પહોંચશે.  આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બીલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશનો પર ઉભી રહેશે.

બ્રોડગેજ પરિક્રમા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ (૦૯૨૧૯/૦૯૨૨૦ અને ૦૯૨૨૧/૦૯૨૨૨)  રાજકોટથી જૂનાગઢની પ્રથમ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે ૬.૦૦ વાગ્યે ઉપડશે અને ૮.૩૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે.  વળતી દિશામાં જૂનાગઢથી રાજકોટની પરિક્રમા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે ૯.૫૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧૨.૩૦ વાગ્યે રાજકોટ પહોંચશે.

 રાજકોટથી જૂનાગઢની બીજી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી ૧૬.૦૫ કલાકે ઉપડશે અને ૧૮.૩૫ કલાકે જૂનાગઢ પહોંચશે. વળતી દિશામાં, જૂનાગઢથી રાજકોટ માટે બીજી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૯.૩૦ કલાકે ઉપડશે અને ૨૨.૪૦ કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, કોઠારિયા, રીબડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

Leave a comment

Trending