– રોગ નિવારણ માટે જાગૃતિ વીક:(એન્ટી માઇક્રોબાઈલ રજીસ્ટન્સ અવરનેસ વીક ૧૮થી૨૪ નવે.)
– ડૉ.ના માર્ગદર્શન હેઠળ જ એન્ટિબાયોટિકનું સેવન કરવું અને કોર્ષ અચૂક પૂરો કરવો જરૂરી
જો ડોક્ટરની સલાહ અને સૂચન વિના જ્યારે એન્ટિબાયોટિક દવાઓનું સેવન કરવામાં આવે અને તેનું પ્રમાણ વધી જાય ત્યારે રોગ સામે તેની લડવાની પ્રતિકારક ક્ષમતા નાબૂદ અથવા ઓછી થઈ જાય છે. અને જો આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી રહે તો બીમારીઓનો ફેલાવો અને રોગ ગંભીર બની જવાની સંભાવના વધી જાય છે, માટે ડોક્ટરની સલાહ વિના અને પોતાની મરજીથી(સેલ્ફ મેડિકેસન)ક્યારેય એન્ટિબાયોટિક દવાઓ લેવી ન જોઈએ.
અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ ડો. રૂજુતા કાકડેએ વિશ્વમાં ૧૮થી૨૪મી નવે.દરમિયાન ઉજવાતા રોગ નિવારણ માટે જાગૃતિ સપ્તાહ(એન્ટિમાઇક્રોબાયલ રેજીસ્ટન્ટ)નિમિતે જણાવ્યા મુજબ જો સમજ્યા વિના એન્ટિબાયોટિક દવાઓ લેવાય તો તેની અસરનું સંતુલન નથી જળવાતું પરિણામે રોગના બેક્ટેરિયા, વાયરસ અને ફંગસની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે અને દવાની રોગ નિવારણની અસર ઘટી જાય છે. જો એકવાર આવું થયું તો ગમે તેટલી દવા લેવાય તો પણ અસર થતી નથી, આવી પરિસ્થિતિમાં છેવટે ઊંચા ડોઝ વાળી દવાઓ લેવી પડતી હોય છે.
આડેધડ આવી દવા લેવાથી રોગ સામે લડવા માટે રેઝિસ્ટન્ટ પાવર મેળવી ચૂકેલા બેક્ટેરિયાને કારણે ખાસતો યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન(પેશાબમાં ચેપ),શ્વસન સંબંધી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આજકાલ તો ટીબીમાં પણ રેસિસ્ટન્ટ દેખાય છે. સામાન્ય બીમારીના પ્રયોગમાં લેવાતી આવી દવાને કારણે કેટલાય બેક્ટેરિયા ઉપર અસર નથી થતી એટલે નવી દવા લેવી પડે છે. જે સરવાળે મોંઘી પડે છે. એટલે આવી દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે.
ક્યારેક ઉધરસ અને શરદીમાં પણ એન્ટીબાયોટિક દવા વગર સમજે જાતે લેવાય છે અને બાળકોને પણ અપાય છે. બાળકોને થતા નાના નાના સંક્રમણ જે સામાન્ય રીતે ચાર-પાંચ દિવસોમાં મટી જાય છે તેમાં પણ આવી દવા લેવાનો પ્રયોગ શરીર ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. જેની અસર ભવિષ્યમાં થાય છે. આગળ જતા બીમારી ગંભીર રોગ ધારણ કરે ત્યારે તેને નિયંત્રિત કરવામાં સમય લાગી જાય છે. તેવામાં બાળકોને જ્યારે વાયરલ થાય ત્યારે સતર્કતા વધારવી જરૂરી છે.
અદાણી કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના અન્ય પ્રોફે. ડો. શ્રેયસ મહેતાએ કહ્યું કે, કોઈએ પોતાની મરજીથી ક્યારે દવા કરવી નહિ. જે તે રોગના નિષ્ણાત તબીબ દવા લખી આપે ત્યારે દવાનો કોર્ષ અચૂક પૂરો કરવો. વળી આલ્કોહોલ અને ધુમ્રપાનનું વ્યસન હોય તો શરીરમાં ફ્રી રેડીકલ(કચરો) ઉત્પન્ન થતો હોવાથી બીમારી દૂર કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.એટલે સમજ્યા વિના એન્ટિબાયોટિક દવાનું સેવન કરવું નહિ.






Leave a comment