– ચીનનું કહેવું છે કે તેને ત્યાં ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી ફેલાઈ રહી છે
– આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પણ એક્ટિવ થઈ ગયું છે
કોરોના જેવો રોગ આખી દુનિયામાં ફેલાવનાર ચીન ફરી એકવાર રહસ્યમય રોગની લપેટમાં છે. આ રોગથી મોટાભાગના બાળકો પીડિત થઈ રહ્યા છે. ચીનનું કહેવું છે કે તેને ત્યાં ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી ફેલાઈ રહી છે. આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પણ એક્ટિવ થઈ ગયું છે.
કેવા લક્ષણ દેખાઈ રહ્યા છે?
માહિતી અનુસાર જે બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ 12 નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી. આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.
ડબ્લ્યૂએચઓએ શું કહ્યું?
આ મામલે ડબ્લ્યૂએચઓએ કહ્યું કે કોરોના પ્રતિબંધોમાં રાહત આપવાને કારણે જ આ બીમારી ફેલાઈ છે. આ સાથે ડબ્લ્યૂએચઓએ બીમારી થયેલા બાળકોમાં ઈન્ફ્લૂએન્ઝા, સાર્સ કોવ-2, માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયા અંગે વધારાની માહિતી માગવામાં આવી છે. ચીનમાં બાળકોના બીમાર થવાની તાજેતરની ઘટનાઓ કોરોના જેવા લક્ષણોનું પુનરાવર્તન કરતી દેખાઈ રહી છે.






Leave a comment