વોડાફોન આઈડિયા કંપની પર દેવાનો બોજો છે. હવે આ કંપનીમાં સરકારનો પણ હિસ્સો છે. ત્યારે હાલમાં કંપની પર 2.01 લાખ કરોડ રૂપિયાનું દેવું હોવાની માહિતી મળી રહી છે. ચંદ્રયાન મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર કંપની લાર્સન એન્ડ ટુબ્રો પણ કોઈ ઓછી દેવાદાર નથી. કંપની પર હાલમાં રૂ. 1.18 લાખ કરોડનું દેવું છે. આ સાથે જાણો કઈ કંપની પર કેટલુ છે દેવું
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હાલ સૌથી મોટા દેવામાં છે. તમને જણાવી દઈએ કે અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર હાલમાં સૌથી વધુ દેવું છે. નવાઈની વાત એ છે કે આ યાદીમાં અદાણીની એકપણ કંપનીનું નામ નથી. ટાટાની એક કંપની તે યાદીમાં છે. પરંતુ તેનું દેવું રિલાયન્સ કરતા ઘણું ઓછું છે. આ સાથે વોડાફોન આઈડિયા જેવી નેટવર્ક કંપનીના પણ દેવાની ઘણી ચર્ચા છે, પરંતુ તે રિલાયન્સ કરતા તો ઓછું છે. ETના રિપોર્ટ અનુસાર, Ace Equityના ડેટા અનુસાર, દેશની સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. તમને જણાવી દઈએ તો તેના પર 3.13 લાખ કરોડનું દેવું છે.
દેશની આ કંપનીઓ પર સૌથી વધુ દેવું છે
- સૌથી વધુ દેવાદાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી છે. ETના રિપોર્ટ મુજબ Ace Equityના ડેટા અનુસાર, તેના પર 3.13 લાખ કરોડનું દેવું છે.
- એનટીપીસી કંપની પણ દેશની પાવર સેક્ટરની મોટી કંપનીઓમાંની એક છે. દેવાદાર હોવાના સંદર્ભમાં તે બીજા ક્રમે છે અને તેના પર 2.20 લાખ કરોડનું દેવું છે.
- વોડાફોન આઈડિયા કંપની પર દેવાનો બોજો છે. હવે આ કંપનીમાં સરકારનો પણ હિસ્સો છે. ત્યારે હાલમાં કંપની પર 2.01 લાખ કરોડ રૂપિયાનું દેવું હોવાની માહિતી મળી રહી છે.
- ભારતી એરટેલ પણ દેવાદાર કંપનીમાની એક છે. આ પણ મોટા દેવાના બોજથી દબાયેલ છે. જેની સમયાંતરે ચર્ચા થતી રહે છે. હાલમાં કંપની પર 1.65 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.






Leave a comment