આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ રાહુલ ગાંધીની મુશ્કેલી વધશે!

આજે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. 199 વિધાનસભા બેઠકો માટે 1,863 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આ વખતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખરાખરી જંગ થવાની શક્યતા છે. એવામાં BJPએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ X ના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.  ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટેની અપીલ કરી છે. ભાજપે તેના પત્રમાં ચૂંટણી પંચને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને આ સંબંધમાં રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને સૂચના આપવા માટે પણ અપીલ કરી છે.

રાહુલની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે!

ભાજપે તેની ફરિયાદમાં રાહુલ ગાંધીના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ આજે સવારે 8.40 વાગ્યે આ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે રાજસ્થાનમાં કોંગ્રેસની ચૂંટણી ગેરંટી વિશે જણાવ્યું હતું. ભાજપનો આરોપ છે કે, આચારસંહિતા હેઠળ મતદાનના 48 કલાક પહેલા સાયલન્સ ઝોનની મર્યાદા શરૂ થઈ જાય છે અને કોઈ આ રીતે પ્રચાર કરી શકે નહીં. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરીને પીપલ્સ એક્ટ 1951ની કલમ 126નું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે તો એવો પણ ઉલેખ્ખ કર્યો કે આ પ્રકારના ઉલ્લંઘન માટે બે વર્ષની જેલ અને દંડ બંનેની જોગવાઈ છે.

લોખંડી સુરક્ષા વચ્ચે ચાલી રહ્યું છે મતદાન

મતદાન પ્રક્રિયા સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે હાથ ધરવા માટે 1,70,000 થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 70 હજારથી વધુ રાજસ્થાન પોલીસના જવાનો, 18 હજાર રાજસ્થાન હોમગાર્ડ્સ, 2 હજાર રાજસ્થાન બોર્ડર હોમગાર્ડ્સ, અન્ય રાજ્યો (ઉત્તર)ના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ)માં 15 હજાર હોમગાર્ડ અને RACની 120 કંપનીઓનો સમાવેશ થાય છે.

Leave a comment

Trending