વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મુન્દ્રા તાલુકાના મોટી ખાખર મધ્યે કાર્યક્રમ યોજાયો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ હોવા બાબતથી સૌને અવગત કરી વર્ષ 2047 માં ભારત દેશ વિકસિત બની વૈશ્વિક ફલક પર અંકિત થાય તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું હોવા પર ભાર મુકી નાગરિકોને સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો હતો.
વિશેષમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો.ઉપરાંત મેરી કહાની મેરી જબાની હેઠળ લાભાર્થીઓને મળેલા લાભો અંગે લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અને 2047 માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ લીધો હતો.
ઉપરોક્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના સદસ્ય વિરમ ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, વાલજી ટાપરીયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Leave a comment