– જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના નિર્ણયના પગલે હોસ્પી.ના રેડીઓલોજીસ્ટ્સે તાલીમબદ્ધ કર્યા
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના ૩૮ સામુહિક અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એસ.ડી.એચ. અને સી.એચ.સી.ના સ્ટાફ નર્સ અને સ્ટાફ બ્રધર્સને એક્ષ-રે પાડવાની જી.કેના રેડીઓલોજી વિભાગના નિષ્ણાત તબીબોએ તાલીમ આપી હતી.
જુદા જુદા હેલ્થ સેન્ટરમાં એક્ષ-રે માટે આવતા દર્દીઓની મુશ્કેલીના નિવારણ માટે જિલ્લા કલેકટરની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ હેલ્થ કેન્દ્રના સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર્સને આ ક્ષેત્રે તાલીમબદ્ધ કરવા લીધેલા નિર્ણયને પગલે એક્ષ-રેની તમામ ગતિવિધિથી તેમને વાકેફ કરી ઝીણામાં ઝીણી વિગતોની તાલીમ આપી હતી.
જી.કે.ના ચીફ.મેડિ.સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી ના માગૅદશૅન હેઠળ રેડિયોલોજિસ્ટ ડો. દિવ્યાંગ કાપડિયા, ડો. હર્ષ યાદવ અને ડો. રાહુલ વસાવાએ તમામ આરોગ્ય કર્મચારીઓને એક્ષ-રે ટેકનીક, શેફટી, શરીરના જે ભાગનો એક્ષરે-રે લેવો હોય તેની પોઝિશન અને બેલેન્સ તેમજ ઘડીભર શ્વાસ રોકવા અને એક્ષ -રે શૂટ કરવા ઉપર વિગતવાર સમજ આપી હતી.
આ તાલીમમાં રેડિયોલોજી વિભાગના મેનેજર રવિશંકર કુમાર, ટેકનીશ્યન પ્રશાંત ચાવડા, પરેશ પરમાર અને સિરાજ સુમરા જોડાયા હતા. ૩૮ તાલીમાર્થીઓને બે વિભાગમાં વિભાજિત કરી તાલીમ આપવામાં આવી હતી.એક્ષ-રે વિગતવાર જાણકારી આપતી લેખિત માહિતી પણ તાલીમાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી.






Leave a comment