સંસદ હુમલાની વરસી પર લોકસભા સદનની સુરક્ષામાં મોટી ચુક

સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા. આ કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા

આજે સંસદ પર થયેલા હુમલાની 22મી વર્ષી છે ત્યારે જ સંસદની સુરક્ષામાં મોટી ચુક થઈ હતી. સંસદના ચાલુ શિયાળુ સત્રમાં લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને સીધા જ વેલમાં ઘસી જઈને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેનાથી ગેસ નીકળી રહ્યો હતો. આ બાદ સાંસદોએ તેને પકડી લીધા હતા અને બાદમાં સુરક્ષાકર્મી તેને બહાર લઈ ગયા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સ્મોક કેન્ડલ સળગાવી હતી

બંને યુવકોએ આ દરમિયાન સુરક્ષાની મજાક બનાવતાં દર્શકોની ગેલરીમાંથી કૂદકો માર્યો હતો અને સ્મોક કેન્ડલ સળગાવી હતી. જેના લીધે લોકસભામાં ધૂમાડો છવાઈ ગયો હતો. જોકે બંનેને પછીથી પકડી લેવામાં આવ્યા હતા અને બંને ગૃહોની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જોકે પછીથી બંને ગૃહની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.

આરોપીઓની ઓળખ થઈ જાહેર

બંને આરોપીઓમાંથી એકનું નામ છે સાગર અને બીજાના નામની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ લોકો સ્મોક કેન્ડલ શૂઝમાં છુપાવીને લાવ્યા હોવાની માહિતી છે. જે સ્પે કરવામાં આવ્યો હતો તેનાથી સુરક્ષકર્મીઓને વિસ્ફોટકની ગંધ મહેસૂસ કરી હતી. આ બંને યુવકો માટે મૈસૂરના સાંસદનો રેફરી પાસ હતો. આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સાંસદોએ ઘેરીને પકડી લીધા

સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા. તેના પછી સુરક્ષાકર્મીઓેએ તેમના પર કાબૂ મેળવ્યો. આ ઘટના વિશે જાણકારી આપતાં મલુક નાગરે કહ્યું કે શૂન્યકાળ વખતે આ બંને યુવકો કૂદીને આવ્યા હતા. બંનેના કૂદવાની ધડામ દઈને અવાજ આયો. એવામાં મને લાગ્યું કે કોઈને પગ લપસી ગયો છે. જેવા જ ઉપર જોયું તો બીજો પણ કૂદ્યો. ત્યારે લાગ્યું કે આ લોકોનો ઈરાદો ગરબડ છે. આવી જ એક ઘટના સંસદની બહાર ટ્રાન્સ્પોર્ટ ભવન નજીક થઇ હતી.

Leave a comment

Trending