– બાવળનો કાંટો આંખ માટે જોખમી:૨૪ કલાકમાં મોતિયો રેડાઈ શકે:ચશ્મા પહેરી કામ કરવા સલાહ
જી. કે. જન. અદાણી હોસ્પિટલમાં એક બાળકને રમતાં રમતાં અને યુવાનને કામ કરતા બાવળનો કાંટો વાગવાના કારણે ૨૪કલાકમાં જ પાકી અને રેડાઈ ગયેલા મોતિયાનું તાત્કાલિક અસરથી ઓપરેશન કરી, નજર સંપૂર્ણ જાય તે પહેલાં જ તેમને દૃષ્ટિ પુનઃપ્રાપ્ત થઈ હતી.
હોસ્પિટલના આંખ વિભાગના પ્રોફે.ડો.કવિતાબેન શાહે ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, કચ્છના દૂર દરાજ વિસ્તારમાંથી આવેલા એક બાળક અને યુવાનને આંખમાં બાવળનો કાંટો વાગતા માત્ર ૨૪ કલાકમાં જ દેખાતું બંધ થઈ ગયું હતું અને ફક્ત સામે પ્રકાશ હોય એવોજ ભાસ થતો હતો.નિદાન કરતા બાવળના કાંટાની આંખની મણી ઉપર ગંભીર અસર થઈ હતી અને મોતિયો પાકી અને રેડાઈ ગયો હતો જેને traumatic mature cataract with Anterior Capsules rupture કહેવાય છે. બન્નેનું તાત્કાલિક ઓપરેશન દ્વારા મણી બેસાડી દૃષ્ટિનો પુનઃ સંચાર કર્યો હતો.હતો. આ શસ્ત્રક્રિયામાં. ડૉ મોનિકા ઠક્કર, ડો.મીત પારેખ, ડૉ.તૃપ્તી પારેખ અને નંદિની સિસ્ટર જોડાયા હતા.
બાવળનો કાંટો વાગે તો શું કરશો
તબીબના જણાવ્યા અનુસાર બાવળનો કાંટો જો આંખમાં વાગે તો આંખને ભારે નુક્સાન કરે છે અને મોતિયો 24 કલાકમાં જ પાકી જતો જોવા મળે છે.તેથી આંખને આવા કાંટાથી સુરક્ષિત રાખવા ચશ્મા પહેરીને કામ કરવું જરૂરી છે. આંખમાં બાવળનો કાંટો વાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો કારણ કે સમય પસાર કરવાથી કાંટાનો ચેપ લાગે છે અને ફૂલો થવાથી દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે જ્યારે બાળકને તો બાવળના કાંટાથી દૂર રાખવા હિતાવહ છે.






Leave a comment