વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે મુશ્કેલ લાગતું વર્ષ એક મહાન ઉપલબ્ધિ સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે. 14 ડિસેમ્બર સુધીમાં અદાણી જૂથની ખોટ નોંધપાત્ર રીતે ઘટીને $64 બિલિયન થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઈઝના શેર હજુ પણ 18% ડાઉન છે, જોકે નિષ્ણાતોનું માનવુ છે કે તે ઓલ ટાઈમ લો સ્ટેજથી 75% થી વધ્યા છે.
જાન્યુઆરીમાં શોર્ટ સેલર હિંડનબર્ગ દ્વારા અદાણી સામ્રાજ્ય પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના શ્રેણીબદ્ધ આરોપો લગાવાયા બાદ કંપનીઓના શેરમાં ધરખમ ઘટાડો થયો હતો. અદાણીએ આરોપોને નકારી કાઢ્યા અને તેને ભારત પર “ગણતરીપૂર્વકનો હુમલો” ગણાવ્યો હતો. ત્યારથી અદાણી પોર્ટ્સના શેર 36% અને અદાણી પાવરના શેર 89% ઉપર છે.
અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના કુલ શેર જાન્યુઆરીની નીચી સપાટીથી 70% રિકવર થયા છે. આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની GQG પાર્ટનર્સના દ્વારા ગ્રૂપના ઘણા ફર્મ્સમાં રોકાણ કરવામાં આવ્યું, ઓગસ્ટમાં અદાણી પોર્ટ્સના 2.2 મિલિયન શેર્સ ખરીદ્યા હતા, અને કોલંબો, શ્રીલંકામાં જૂથના પોર્ટ પ્રોજેક્ટમાં યુએસ સરકારના રોકાણે પણ ગ્રુપનમાં વિશ્વાસ દાખવતા રોકાણકારોમાં વધારો થયો છે.
નિષ્ણાતોનું માનીએ તો, ગૌતમ અદાણીનું રિન્યુએબલ એનર્જીમાં રોકાણ ભારતને ઓઈલ અને બેન્ચમાર્ક સૂચકાંકો પરની તેની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. વળી સેન્સેક્સ અને નિફ્ટીની ઓલટાઈમ હાઈ ઊંચાઈ અદાણી જૂથ સહિત દેશના અર્થકારણ માટે પણ લાભકારી સાબિત થશે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અદાણી પોર્ટફોલિયોએ મજબૂત નાણાકીય કામગીરી દર્શાવી છે. અદાણી જૂથના ક્રેડિટ પ્રોફાઇલ વધુ મજબૂત બની છે. એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પોર્ટફોલિયો સ્તર EBITDA વાર્ષિક ધોરણે 47 ટકા વધીને 43,688 કરોડ રહ્યું છે.
અદાણી જૂથના જણાવ્યા મુજબ આ પહેલાના 12 માસમાં 71,253 કરોડ રૂપિયા EBITDA FY19 (એપ્રિલ 2018 થી માર્ચ 2019 નાણાકીય વર્ષ) કરતાં લગભગ 3 ગણી છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને મજબૂત કરવા પર કેન્દ્રિત એકીકૃત બિઝનેસ પોર્ટફોલિયોએ તેના તમામ વ્યવસાયોમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. તે વ્યવસાયોમાંથી પર્યાપ્ત રોકડ પ્રવાહ તેમજ સતત ભાવિ વૃદ્ધિ માટેનો પાયો છે.
સપ્ટેમ્બરના અંતે અદાણી ગૃપ પાસે અત્યાર સુધીની સૌથી વધુ રોકડ રકમ 45,895 કરોડ રૂપિયા હતી. અદાણી પોર્ટફોલિયો એ લોજિસ્ટિક્સ સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ ધરાવતો વૈવિધ્યસભર વ્યવસાયોનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતો પોર્ટફોલિયો છે.






Leave a comment