અદાણી ફાઉન્ડેશન દ્વારા “રાષ્ટ્રિય ખેડૂત દિવસ” ની “પ્રાકૃતિક ખેતી પરિસંવાદ” યોજીને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

ખેડૂત એ આપણો અન્નદાતા છે. રાત-દિવસ ખેતીમાં પોતાનો પરસેવો વહાવીને અન્ન, શાકભાજી અને ફળો પૂરા પાડે છે. દર વર્ષે ૨૩ ડિસેમ્બરને રાષ્ટ્રિય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનાં તેના કાર્યક્ષેત્રના વિવિધ સ્થળોએ ખેડૂતોની વચ્ચે જઈને આજના સમયની માંગ પ્રમાણે “પ્રાકૃતિક ખેતી પરિસંવાદ” યોજયા હતા. કચ્છ, સુરત અને ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

કચ્છના માંડવી તાલુકાના ગંગાપર ગામે પટેલ સમાજવાડીમાં ખેડૂતો સાથે નહેરના પાણી  દ્વારા વિવિધ પાકો લેવામાં આવે છે. તેમાં ગાય આધારિત ખેતી કરીને  પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો બીજામૃત, જીવામૃત -ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્રપાક અંગે વિગતે સમજ આપવામાં આવેલ. મુંદરા તાલુકાનાં ફુલેશ્વર મહાદેવ પર આજુબાજુના બગડા, ફાચરિયા, કણઝરા વગેરે ગામોના ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા પરિસંવાદ યોજાયેલ. ભુજ તાલુકાનાં ખાવડા ખાતે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવેલ.

સુરતના ઉમરપાડાના ઝુમાવાડી ખાતે પાંચઆંબા, ઘાણાવડ અને ચોખવાડા ગામનાં પ્રાકૃતિક ખેતી મંડળીના સભ્યો, ખેડૂત, આગેવાનો અનેક સ્થાનિક લોક જોડાયા હતાં. અદાણી ફાઉન્ડેશન સાથે જિલ્લા પશુપાલન વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ અને જંગલ વિકાસ વિભાગ પણ જોડાયા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતોને પશુપાલનના આધારસ્તંભોની માહિતી આપી તે  અંગે જાગૃત કરવામાં આવેલ. તેમને મિનરલ મિક્ષર અંગે સમજ આપીને દરેકને એક એક કિલોની બેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ.

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખેતીવાડીના સંયુક્ત ઉપક્રમે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા 355 મહિલા ખેડુતો સાથ “ખેડુત દિવસ”ની ઉજવણી કરવમા આવી હતી. આ કાર્યક્રમ મા તાલુકા પંચાયતના પ્રતિનિધિ ગૌતમ વસાવા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા મહેન્દ્ર પટેલ, ખેતીવાડી અધિકારી કુલદિપ વાળા, આત્મા પ્રોજેક્ટના વિપુલભાઈ તથા યોગેશભાઈ હાજર રહેલા.ચંદ્રવણ ગામના સરપંચ અંકિતાબેન વસાવાએ પોતાના વક્તવ્ય મા પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી કહ્યુ કે નેત્રંગ તાલુકા ને રસાયણમુક્ત બનવાવા મહિલા ખેડુતો વધારે યોગદાન આપી શેકે છે

વિવિધ સ્થળે યોજાયેલા પરિસંવાદમાં 1345થી વધારે ખેડૂતો સામેલ થયા હતા. જેમાં અદાણી ફાઉન્ડેશનના વિષય નિષ્ણાંતો, પ્રોજેકટ ઓફિસર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ હાજર રહીને પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. સમગ્ર આયોજન અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ.       

About the Adani Foundation

The Adani Foundation, the community support and engagement arm of the Adani Group, is dedicated to making strategic social investments to achieve sustainable outcomes throughout India.

Since 1996, the Foundation has focused on core areas including education, health, sustainable livelihood, skill development and community infrastructure. With its strategies based on national priorities and global Sustainable Development Goals (SDGs), the Foundation is known for its innovative approach and focus on sustainability, which contributes to the well-being and wealth of communities surrounding the Adani Group’s businesses and beyond. At present, it operates in 5,753 villages across 19 states, impacting the lives of 7.3 million people.

Leave a comment

Trending